________________ એનું મૂળ કારણ આ જ કે પૂર્વે ધર્મ સાધવામાં ભારે કચાશ રાખીને કાચી ધર્મસાધનાઓ કાચાં પુણ્ય ઊભાં થયાં, તેથી ઉચ્ચ કોટિના સુખ ને સગવડ ન મળે. માટે અહીં એની સામે ધર્મસાધના ખૂબ કરતા રહો. “પુણ્ય પાપને ઠેલે” ‘પુણ્યથી વિઘ્નો દૂર થાય, પુણ્યના માર્ગો અપનાવતાં એટલું એટલું પાપોથી બચાય, તો જીવન સુંદર અને પ્રશંસનીય પસાર થાય'... આમ છોકરીઓના ખંત અને શ્રમનાં નિદાન પરથી છોકરાઓને સમજાવતાં એનામાં સુધારા સારા થાય. તરંગવતીને શીલ માટે કેવા ઉપાય ? : ‘તરંગવતી સાધ્વી શેઠાણીને કહી રહી છે,’ ‘ગૃહિણી ! સંસારિપણે આવા મારા પિતાજીએ મને કળા-વિજ્ઞાનના શિક્ષણ ઉપરાંત જૈનધર્મ અને ગુણોનું એવું શિક્ષણ અપાવી મને હોશિયાર કરેલી કે જયારે હું ઉંમરમાં આવી ત્યારે સામેથી અનેક શેઠિયા પોતાના પુત્ર માટે મારી માગણી કરતા આવ્યા; પરંતુ પિતાજીને એક પણ ઉમેદવાર ધાર્મિક્તા અને ગુણિયલતાની દૃષ્ટિએ નજરમાં ઠરતો નથી. બીજી બાજુ મારા અંગે જેમ પૂર્વે કહ્યું તેમ પિતાજી આશ્રિતો માટે શીલના કિલ્લા સમા હતા, એટલે એમને મારા શીલની પણ ચિંતા રહેતી, તેથી એમણે મને વિશેષ ધર્મપ્રવૃત્તિમાં રહેવાની પ્રેરણા કરવાનું રાખ્યું. આમે ય મને ધર્મનો પ્રેમ હતો, એમાં પિતાજીની પ્રેરણા, તેથી સાધ્વીજી મહારાજોનો સંપર્ક, સામાયિક પોષધ, શાસ્ત્ર-અધ્યયન વગેરે વધારી દીધું. એમાં વિશેષમાં પિતાજી પોતે જિનવચન-શ્રવણના રસિયા, તે મને પણ જિનમતના સારા જ્ઞાનવાળી બનાવવાના અભિલાષી, તેથી જિનાગમના જાણકાર આચાર્ય મહારાજ મુનિ મહારાજોને વિનંતી કરીને લઈ આવતા, તેમજ મોટા નગરમાં કોઈ જૈન શાસ્ત્રોના સારા જાણકાર અધ્યાપક જાણવા મળે તો એમને લઈ આવતા, ને એમની પાસેથી મને જિનપ્રવચનનો સાર જાણવા મળતો. એમાં કમસર શ્રાવકના 12 વ્રતોનું જાણવા મળતું. એથી ધર્મ પર મારી મમતા ખૂબ વધતી ચાલી. આનો એવો પ્રભાવ પડ્યો કે અવારનવાર બાપુજી નવનવા ઉમેદવારના પિતાજીને જુદી જુદી દલીલથી કન્યા આપવા ના પાડતા તે જાણવા મળતું, છતાં મને નિરાશા થતી નહોતી; કેમકે એમનો મુખ્ય સૂર એક જ કે “મારા આશ્રિતનાં જીવન ધર્મ અને શીલ સદ્ગુણોથી મઘમઘાયમાન રહેવા જોઈએ. એની અનુકૂળતા તમારા સંયોગોમાં મને દેખાતી નથી” આ એમની મારા માટેની કાળજી જોઈ મનમાં એમને હું દુવા દેતી કે આવી કાળજીવાળા કર્મ ! તારી ગતિ ન્યારી 57