________________ પિતાજી અવસરે અવસરે અનુકંપાદાન ઔચિત્યદાન વગેરે કરતા રહેવાથી નગરમાં મહા દાનવીર તરીકે પ્રસિદ્ધ હતા, એટલે લોકો મને આશીર્વાદ આપતા. “બેન ! જુગજુગ જીવજે ! વિધાતા તને અખંડ સૌભાગ્યવંતી બનાવે !" દાન ધર્મની બલિહારી છે. તબલાના મોઢા પર એક કણેકનો લૂંદો આપો, તબલું તડિંગ અવાજ કાઢે છે. એમ અનુકંપાદાન ઔચિત્યદાન લેનારા છૂટા મોઢ દાતારના ગુણ ગાય છે. ઔચિત્યદાનનો પ્રભાવ : કુમારપાળ :રાજા કુમારપાળની સભામાં બહારથી આવેલ સોમદેવ બારોટે કલિકાળ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજના સુંદર શ્લોકથી ગુણ ગાયા. રાજાએ પ્રસન્ન થઈ ઔચિત્યદાન તરીકે એને પ૦ હજાર રૂપિયાનું ઇનામ અપાવ્યું. ચારણ ઉપકાર માની નમસ્કાર કરી ચાલતો થયો. મંત્રીને આશ્ચર્ય થયું કે કુમારપાળ મહારાજા સ્વભાવે જરાક કૃપણ, તે માત્ર એક શ્લોકમાં આવડું મોટું ઇનામ શી રીતે આપી શક્યા ? રાજાને પૂછે ‘મહારાજાધિરાજ ! એક શ્લોકમાં આવડું મોટું ઇનામ ?" રાજા કહે ‘તમને ખબર નથી, આટલી મોટી રકમે શું કામ કર્યું ? ભાટનું મોટું એવું ભરી દીધું, કે હવે એ જયાં જયાં રાજાઓની સભા વગેરેમાં જશે ત્યાં ત્યાં આપણા ગુરુના ગુણ ગાવામાં થાકશે નહિ. ગામેગામ જો આ થાય, તો આ ઇનામના પૈસા શું વસૂલ નથી ? દાનની બલિહારી છે. તરંગવતીને જોઈ નગર ઘેલું : સાધ્વીજી કહે, ‘ગૃહિણી ! એ સવારીમાં મને જોઈને નગરની માત્ર સ્ત્રીઓ જ આકર્ષાતી નહોતી, પરંતુ યુવાન પુરુષો ય મને જોઈને એવા મુગ્ધ થતા કે જાણે છે ખરા કે આ કન્યા કાંઈ આપણને પરણવા મળવાની નથી, છતાં બિચારા લહારા કરતા હશે કે “શું સ્વર્ગમાંથી અપ્સરા ઉતરી પડી છે ? શું આપણને આ પરણવા મળે ?' તાત્પર્ય, કામના બાણથી બિચારા ઘવાઈ જતા હતા. નિમિત્ત બળવાન છે ‘સારું નિમિત્ત સારા પુરુષાર્થને જગાવી દે, નરસું નિમિત્ત નરસા પુરુષાર્થને. કર્મ ! તારી ગતિ ન્યારી