________________ કહી પગ પકડ્યા, હવે મુનિની મજાલ છે કે સંયમના ભાવમાં ટકી રહે ? ના, તે પડ્યા ! મૂળ કારણ ? નિમિત્ત ખોટું સેવ્યું. કૂળવાળક મુનિ મહાતપસ્વી એવા કે એમના તપના પ્રભાવે નદીએ કૂળ અર્થાત કાંઠો બદલ્યો તેથી પૂરમાં બૌદ્ધોનો આશ્રમ તણાતો બચી ગયો. તેથી નામ કૂળવાળક પડ્યું. આવા મહાન તપસ્વી પણ જંગલમાં એકલા કાઉસ્સગ્ન ધ્યાનમાં ઊભા રહેવા ગયા, તો ત્યાં કોણિકે મોકલેલી કપટ શ્રાવિકા-વેશ્યાએ આવી લાભ આપવા કહ્યું. મુનિએ પોતાને ઉપવાસ હોવાનું જણાવ્યું તો પેલી કહે તો પછી હું રાત અહીં રહી કાલે પારણાનો લાભ લઈને જઈશ'. તે રહી ત્યાં છતાં મુનિ ત્યાંથી પોતાના મુકામે ન ચાલ્યા ગયા, મને વૈરાગીને આ શું કરવાની હતી ! એમ અભિમાનમાં તણાયા તો અંતે પડ્યા. નરસા નિમિત્ત સેવ્યાં. ખોટાં અનાડી માણસ હલકો બોલ બોલી જાય, પણ જો એને ધ્યાન પર લઈ જીભાજોડી કરવા જાઓ તો પરિણામ સારું ન આવે. સારા-નરસા નિમિત્તની અસર : રોહગુપ્તને આચાર્યું ના પાડી કે માયાવી વાદી સાથે વાદ કરવા જવા જરૂર નથી, છતાં એ વાદ કરવા ગયો, તો અંતે ઐરાશિક મત કાઢનારો નિન્યવ થયો. જેવું નરસા નિમિત્તના સેવનમાં નરસું પરિણામ, એવું સારા નિમિત્તના સેવનમાં સારું પરિણામ. અકબર બાદશાહને ચંપાશ્રાવિકા છ મહિનાના ઉપવાસ કરતી જોવા મળી તો એ શુભ નિમિત્તના પ્રારંભથી આગળ વધતાં આચાર્ય ભગવાન હીરસૂરિજી મહારાજ તરફ ખેંચાયો ! અને પરિણામે હિંસક મટી દયાળુ બન્યો ! અહીં રૂપાળી તરંગવતીને જોઈને નગરની યુવતીઓ રૂપની ઇર્ષ્યા કરે છે અને યુવાનો વાસના વાસિત બને છે. દુનિયાનું સારું સારું જોઈએ એમાં શું બગડી જાય? એમ કહી જે ઝેરનો અખતરો કરવા ગયા એ મર્યા. જેમ ન બોલ્યામાં નવ ગુણ, એમ દુનિયાનું ન જોયામાં નવસો ગુણ. એટલા માટે તો સમકિતી આત્માને દુનિયાનું એવું એવું જોવાનો અભખરો ય નહિ ને આતુરતા ય ન હોય. તરંગવતી સાધ્વીજી શેઠાણીને કહે છે “અમે ઉદ્યાનમાં પહોચ્યા ત્યાં સપ્તવર્ણીના છોડને જોવાની મને તત્પરતા હતી એટલે હું એના વનમાં પહોંચી. બીજી મહિલાઓ બીજા બીજા પુષ્પો જોવામાં પડી હતી પણ હું જ્યાં ભમરાઓથી કર્મ ! તારી ગતિ ન્યારી 65