________________ એ બની રહ્યું હોય એવી રીતે કહું છું. ચકોર-ચકોરીનો અનોખો પ્રેમ : અંગ દેશ છે એમાં ચંપા નામની મહાનગરી છે. એની પાસેથી નદી વહે છે. એમાં અનેક પ્રકારના પક્ષીઓ હંસ-સારસ-ચક્રવાક વગેરે પક્ષીઓ ખેલી રહ્યા છે. એમાં યુગલો સ્વેચ્છા મુજબ પૂર્ણ વિશ્વાસથી એકબીજા પર પ્રેમ દાખવી રહ્યા છે. ત્યાં હું પૂર્વભવે ચકોરી હતી, અને આવી રીતે મારા પ્રિય ચકોર સાથે પ્રેમલીલા કરતી હતી, એવું મને આબેહૂબ દેખાયું. પ્રિય તરફથી ખૂબ જ સર્ભાવ, સુખ; અને સરોવર-નદી-તટ વગેરે ખેલવા માટે મળેલી સંપત્તિમાં એવી અત્યંત રક્ત હતી કે મને લાગે છે સંસારમાં સર્વયોનિઓમાં જીવો જન્મીને સુખ-સંપત્તિમાં લીન થાય છે, પરંતુ જે રાગ ચક્રવાક ચક્રવાકીને હોય છે એવો જગતમાં ભાગ્યે જ કોઈ યુગલને હોતો હશે. કેમકે સાંજ પડ્યું યુગલના મોઢા એકબીજાથી તદ્દન ઊલટી દિશા તરફ થઈ જાય, તેથી એમ જ લાગે કે જાણે પ્રિયનો વિયોગ જ થઈ ગયો, તે રાતભર એમ ચાલે, તેથી રાતભર ઝૂરી મરે ! તે સૂરજ ઊગે પાછા ભેગા થાય ત્યારે આનંદનો પાર ન રહે. દુનિયામાં કોને આવા રાગ રહેતા હશે ? મારા પ્રિય ચકોરનું માથું ભારે નહિ, હળવું, ને એનું શરીર કાંઈક-ગોળાકાર એટલે ખૂબ રમણીય એની સાથે નદી સરોવર ને એના કાંઠા ઉપરની રેતીમાં અમે એવા એકરૂપ થઈ ખેલતા કે એકબીજાથી જરાય જુદા થવું ગમતું નહિ.” ચકોર ચોરીના આ પ્રેમ પર ભગવાનની સ્તવના કરી શકાય. ‘પ્રભુ! અમને તમારા પર ચકોરીને ચકોર પર પ્રેમ હોય છે તેવો પ્રેમ છે, તો પ્રભુ તમે અમારા અંતરમાંથી જરાય દૂર ન રહેશો...' પરંતુ જોવાનું આ છે કે ખરેખર આપણને પ્રભુ પર એવો પ્રેમ છે ? ચકોરી રાતના ચકોર વિના નૂરી મરે છે. કયો દિવસ એવો યાદ આવે છે કે એ દિવસ પ્રભુ વિના આપણે ઝૂરી મર્યા હોઈએ? કમાઉ દીકરો દેશાવરથી આવવાની તારીખ પછી પાંચ દિવસ મોડો પડે, તો એ પાંચ દિવસ કેવા જાય ? દહાડામાં કેટલીવાર છોકરો યાદ આવે ? તરંગવતી સખીને કહી રહી છે “સારસિકા ! આજે મને એ વખતે એમ ચકોર ચકોરી નદી સરોવર વગેરેમાં કેવા અકલ્પનીય આનંદમાં પરસ્પર ખેલી રહ્યા હતા, એ યાદ આવતાં શરીરે રોમાંચ ખડા થાય છે. પરંતુ આ દુનિયાના 70 - તગવતી