________________ ઊભું ! આવેશ આવે એ ય પ્રમાદ છે, અને ભારે બોલ બોલાય એ પણ પ્રમાદ છે. એ રોકવા સંવર કરવો જોઈએ. ભાષાસમિતિ એ સંવર, એનાથી ભારે બોલ અટકે. મનોગુપ્તિ એ સંવર, એનાથી આવેશ અટકી જાય. વિવેક એ મોટો ગુણ : ઋષભસેન નગરશેઠ સંવરનો બહુ પરિચય રાખતા અભ્યાસ રાખતા એવો વિવેકનો અભ્યાસ રાખતા. વિવેક એટલે સારભૂત શું ને અસાર શું ? હિતકર છું, ને અહિતકર શું ? એની ચોક્કસ પ્રકારની સમજ. એમ સારભૂતમાં ય શેમાં વધુ લાભ, શેમાં ઓછો ? કેવા પાત્રને કેવું કહેવું, કેવું ન કહેવું ? દા.ત. તોફાની બાળકને આંખ કાઢીને ધમકાવવો; પણ મોટાને એમ ન ધમકાવાય. | વિવેક માણસાઈ લાવે છે. વિવેક વિનાનો નર એ પશુ જેવો છે. વિવેક બોલવાની હોશિયારી આપે છે. રાજા શિકાર કેમ છોડે છે ? : રાજા શિકારે ચડેલો, સાથે દીવાનને લીધેલો. જંગલમાં એક હરણીયાના પૂંઠે ઘોડો દોડાવ્યો. હરણિયું નજીકમાં આવવા થાય અને રાજા બાણ મૂકવાની તૈયારી કરે ત્યાં હરણિયું જોરથી ભાગે. પણ દોડતા ભાગતાં પૂંઠે જોતું જાય, ને પાછું દોડે. ત્યારે રાજા દીવાનને પૂછે “આ કેમ વારે વારે પાછું જુએ છે ?' દીવાનને રાજા શિકાર કરે એ ગમતું નહોતું એટલે શિકાર છોડાવવો હતો એમાં અહીં મોકો દેખ્યો તે એવી વિવેકવાળી ભાષા વાપરી કે રાજા શિકારનો ત્યાગ કરે છે. દીવાને કહ્યું “મહારાજા ! હરણિયું એ જોતું જાય છે કે મારી પાછળ ક્ષત્રિય દોડે છે કે નમાલો ? કેમકે ક્ષત્રિય બચ્ચો પીઠ પાછળથી ઘા ન કરે.” દીવાનના આ એવા વિવેકભર્યા બોલ હતા કે રાજાને હૈયે ચોંટી ગયા અને લાગ્યું કે “ખરેખર હું હરણિયાને પીઠ પાછળથી બાણ મારવા જાઉં છું, તેથી હું ક્ષત્રિય ન ગણાઉં.” રાજા કહે “દીવાન ! દીવાન ! તમે કમાલ વાત કરી ! બસ, આજથી જીવનભર માટે મારે શિકાર બંધ.” નિર્જરાના અભ્યાસી : નગરશેઠ વિવેકના અભ્યાસી હતા. એવા નિર્જરાના અભ્યાસી હતા. કર્મની નિર્જરા શી રીતે થાય ? કહો, બાહ્ય-આભ્યન્તર તપથી અનશનથી કર્મ ! તારી ગતિ ન્યારી 47