________________ અને એ પરગામ જતાં અંધારું પડવાથી વચમાં સાસરાના ગામ બહાર મંદિરમાં સૂતેલો. ત્યાં પેલી છોકરી સંધ્યાકાળે મકાનની પાછળના બગીચામાં ફરતી હતી, ત્યાં ચોરે આવી એના હાથ પરનાં મોતીનાં બંગડિયા આપી દેવા કહ્યું, ન આપ્યા, તો ચોરે બે હાથ પકડી છરાથી કાંડા કાપી નાખી, બંગડિયા લઈ ભાગ્યો. છોકરીએ બૂમરાડ-રોકકળ કરી, બાપે ચોરની પાછળ સિપાઈઓ દોડાવ્યા. ચોર ભાગતાં ભાગતાં ગામ બહાર મંદિરમાં પેઠો, સિપાઈઓ દોડતા આવવાનો અવાજ સાંભળી ચોરે દાગીના પેલા સૂતેલા છોકરાની પછેડી નીચે મૂકી દઈ, પોતે જંગલમાં છૂપાયો. સિપાઈઓ મંદિરમાં એ સૂતેલા છોકરાની જડતી લે છે, બંગડિયો મળી આવવાથી છોકરાને રાજા પાસે લઈ જઈ હકીકત કહે છે. રાજા એને શૂળિએ ચડાવે છે. જુઓ કર્મની શિરજોરી ! છોકરાને કહેવાનો અવસર નથી રહેતો કે “હું તો ચોર નહિ. પણ આ ગામનો જમાઈ છું. તમે તપાસ કરો,” ત્યારે કર્મની ને ભવિતવ્યતાની વિચિત્રતા કેવી, કે પોતાની પત્નીના જ બંગડિયાના નિમિત્તે પોતાને શૂળિની સજા મળે ! ગુના વિના સજા? ના, ગુનો પાછલા ભવનો હતો. ભવિતવ્યતા કેવી કે કન્યાના કાંડા એજ વખતે કપાય કે જ્યારે પતિ ગામ બહાર મંદિરમાં સૂતો છે, ને ચોર એની પાસે બંગડિયા મૂકવાનો છે ! જગતના કેટલાય ભાવો આમ ભવિતવ્યતાના બળે ધારણા બહાર ગોઠવાઈ જાય છે. ભવિતવ્યતા ક્યાં કામ કરે ? : યુવાનનો અહીં કોઈ ગુનો નથી, છતાં કેમ એમ ગોઠવાયું ? અહીં એકલા યુવાનના એવા કર્મથી સમાધાન નથી મળતું; કેમકે કર્મ શૂલિની પીડા આપે, પરંતુ તે તો ગમે તે કારણે પીડા આવી શકતે. પોતાની પત્નીના જ બંગડિયા અને એના જ કાંડા કપાવા નિમિત્તે અને ચોરે ઊંઘતા એવા એની પાસે બંગડિયા મૂકી દીધા, એ બધી ગોઠવણ ભવિતવ્યતાએ કરી એમ માનવું પડે. સવારે ત્યાં જ્ઞાની ગુરુ પધારે છે, અને બંને અંગે ખુલાસો કરતાં પૂર્વભવ કહે છે. ત્યારે કન્યાને ને કન્યાના બાપને ખબર પડે છે, બધાય પસ્તાય, પણ હવે કરે શું ? રાજા પસ્તાય કે “હાય ! મેં કાં નિર્દોષને સજા ફરમાવી ?" કન્યા પસ્તાય કે “હાય ! મારા જ બંગડિયાના નિમિત્તે મારા પતિને ખોટી રીતે સજા ?' બાપ પસ્તાય કે “હાય ! મેં સારો જમાઈ ખોયો ?' જ્ઞાની ત્યાં કહે છે “માટે પ્રમાદ ન કરો. પૂર્વ જન્મે આવેશમાં આવી એવા ભારે બોલ બોલી નાખવાનો પ્રસાદ બંનેએ કર્યો તો આ પરિણામ આવીને - તરંગવતી