________________ તરસ-પરિષહ પર વિજયના દષ્ટાન્તમાં જોવા મળે છે. બાળમુનિનો તૃષાપરિષહવિજય. બાળમુનિ પિતામુનિ સાથે વિહારમાં જઈ રહ્યા હતા. ઉનાળો અને તડકો, તેથી બાળમુનિને ભારે તરસ લાગી, ચાલવામાં ધીમા પડી ગયા. પિતામુનિએ પૂછવાથી કહ્યું “બહુ તરસ લાગી છે.” આગળ જતાં બાજુમાં તળાવ આવતું જોઈ પિતામુનિ કહે “જો પેલું તળાવ છે, હું આગળ ઊભો રહું છું' પિતા ચોક્ખું ન બોલ્યા પરંતુ બાળમુનિ પિતામુનિનો કહેવાનો ભાવ સમજી ગયા કે “તું તળાવે પાણી પીને આવી જા.” બહુ તરસ તો લાગી જ હતી, ને પિતામુનિએ 2-3 વાર એજ કહ્યું, એટલે ગયા તળાવ પાસે. મન આવું કાચું પાણી પીવા ના પાડતું હતું, પરંતુ તરસની ઉત્કટતા વધી જવાથી ખોબામાં પાણી લીધું, ને મોં સુધી લાવ્યા, પણ પાછો વિચાર આવ્યો કે “અરેરે ! આ હું શું કરી રહ્યો છું ? પાણીના એકેક ટીપામાં ભગવાને અસંખ્ય જીવ કહ્યા છે, તે મારી તરસ મિટાડવા આ અસંખ્ય જીવોનો સંહાર કરું ? ના, ભલે તરસે મરીશ, પણ આ હિંસા ન કરું.” એમ કરી ખોબો સાચવીને ઠેઠ તળાવના પાણી નજીક લઈ જઈ પાણી મૂકી દીધું. બહુ નજીક લઈ જવાનું એટલા માટે કે પાણી પર પાણી પછડાય નહિ, નહિતર બંને પાણીના કેટલાય જીવ મરે. બાળમુનિ પાછા વળ્યા, પણ અસહ્ય તૃષામાં ત્યાંજ મર્યા ને પડ્યા. શુભભાવમાં મર્યા છે તેથી દેવતા થયા ! દેવ થઈને અવધિજ્ઞાનથી જોયું, પરિસ્થિતિ સમજી ગયા, ખૂબ ખુશી થયા કે “હાશ ! પીવા લીધેલ પણ પાછું મૂકેલ, તો પાણીના અસંખ્ય જીવ બચી ગયા ! ને મારે દુર્ગતિ અટકી.” પણ ‘નિર્ધામણાનું સંભળાવવાને બદલે ખોટી સલાહ આપનાર બાપમુનિને શિખામણ આપું” એમ વિચારી તરતમાં પડેલા પોતાના મૃત શરીરમાં પ્રવેશ કરીને ચાલતા ચાલતા પિતામુનિને ભેગા થઈ ગયા. એમણે સંતોષ દેખાડ્યો,- “ચાલો સારું થયું પાણી પી લીધું, તરસ મટી.” બાળમુનિદેવતા વિચારે છે,- “અહો ! મોહસ્ય માહામ્યું !' રસ્તામાં તરસ્યા મુનિઓની ભક્તિ કરવા દેવતાએ ભરવાડોની ઝુંપડીઓ વિકૂર્તી. મુનિઓ સ્વાભાવિક સમજી પૂછે છે “અહીં દહીં છાશ મળશે ?' ભરવાડો કહે “આવા કપરા જંગલમાં અમારા અહોભાગ્ય ક્યાંથી કે આપ મહાત્માઓનો લાભ મળે ? લો ખુશીથી, દહીં છે, દૂધ છે, છાશ છે.” મુનિઓએ વહોરી વાપરીને ચાલ્યા. એમાં એક મુનિનું કપડાનું વીંટોલું દેવતાએ ભુલાવી દીધું, તે મુનિ ઠેઠ મકાને પહોંચ્યા પછી યાદ આવ્યું. આચાર્ય મહારાજને 44 - તરંગવતી