________________ પૂછી પાછા લેવા ગયા, પરંતુ એકલું વીંટોળું પડેલું દેવું, ઝુંપડા કોઈ જ દેખ્યા નહિ. આવીને ખબર આપી આચાર્ય મહારાજ કહે “મુનિને દેવપિંડ ન ખપે એટલે નક્કી કોઈ દેવતા દ્વારા આ ઝુંપડા, ભરવાડો, વગેરે માયાજાળ મુનિઓની ભક્તિ અર્થે કરાયેલી લાગે છે !' દરમિયાન પેલા બાળમુનિદેવ બધાને વંદન કરતાં પિતામુનિને વંદન ટાળે છે. આચાર્ય મહારાજે પૂછતાં કહે છે, “એ વંદનને યોગ્ય ક્યાં છે ? પૂછો એમને, રસ્તામાં મને તરસ લાગેલી તો એમણે શી સલાહ આપેલી ? તળાવનું કાચું પાણી પીવા 2-3 વાર ઇસારો કરેલો ને? આ તો મેં ઠેઠ મોં સુધી લાવેલ ખોબો કાચું પાણી, સારું થયું કે આપશ્રીની હિતશિક્ષા યાદ આવી કે “કાચા પાણીના ટીંપે ટીંપે અસંખ્ય જીવો, તેની રક્ષા કરવી જોઈએ.” તેથી પાણી જયણાથી પાછું મૂકી ચાલવા માંડ્યું, એમાં અસહ્ય તરસથી મૃત્યુ થયું, અકાય રક્ષાથી હું દેવ થયો, પિતામુનિને શિખામણ આપવા મેં એજ મડદામાં પ્રવેશ કરી અહીં સુધી હું આવ્યો. રસ્તામાં મુનિઓની ભક્તિ કરવા ઝુંપડા વગેરેની માયા મેં જ વિદુર્વેલી. ક્ષમા કરજો, આપ સૌને મેં ઠગ્યા. બાકી પિતામુનિની સલાહ માની કાચું પાણી પી મર્યો હોત તો કેવી દુર્ગતિમાં જાત !" પીપાસા પરિષહ એ સંવર છે, એની બલિહારી છે, સદ્ગતિ અપાવે. ત્યારે સંવર ન રાખવામાં અને યથેચ્છ બોલવામાં કેવા મહાનુકસાન ! એ આપણને સમરાઇઍ કહાના મજુરણ અને એના છોકરાના દૃષ્ટાન્તમાં જોવા મળે છે. મા લોકોના પાણીનાં બેડાં કૂવેથી ભરી લાવે; અને છોકરો લોકોના ઢોરા ચરાવી લાવે. એક વાર છોકરો ઘરે મા કરતા વહેલો આવ્યો. ખાવા રોટલો શોધે છે પણ મળ્યો નહિ, ધૂંઆપૂંઆ થઈ ગયો. ભાષા પર કાબૂ ગુમાવ્યો, મા આવી કે તરત ગરજયો “ક્યાં શૂળિએ ચડવા ગઈ હતી ? તારો સગલો ભૂખ્યો થશે એની ખબર નહિ રાખવાની ? તે રોટલો કરી મૂકતા શું થયું ?" માતા પણ વાણી પર કાબૂ ભૂલીને તરત સંભળાવી દે છે “તારા કાંડા કપાઈ ગયા હતા ? આ શીકા પરથી રોટલો લેતાં શું થયું ?" બસ, બંનેએ ભાષાનો સંવર ગુમાવ્યો તો એવા કર્મ બંધાયા કે પછીના ભવે માતા છોકરી થઈ, એના કાંડા કપાયા ! અને છોકરો શેઠનો છોકરો થયો એને શૂળિએ ચડવા વખત આવ્યો ! કર્મ અને ભવિતવ્યતાની વિચિત્રતા કેવી કે આ છોકરાની સગાઈ બીજા ગામમાં જન્મેલી એજ માતાછોકરી સાથે થયેલી, કર્મ ! તારી ગતિ ન્યારી 45