________________ સ્વીકારી પ્રભુના શિષ્ય બન્યા. અહીં સુધી પ્રભુ પાસે ક્યાં એવા શાસ્ત્રો ભણ્યા છે ? છતાં સંયમ લીધા પછી હવે પ્રભુને ત્રણ વાત પૂછે છે. પ્રભુ તત્ત્વ શું? અને ભગવાન એમને ઉત્તરમાં ઉત્પન્ન થાય છે” “નષ્ટ થાય છે “ધ્રુવ (સ્થિર) છે.” એમ ત્રણ પદ (ત્રિપદી) કહે છે એટલામાં શી રીતે ગૌતમસ્વામિને સમસ્ત દ્વાદશાંગી-ચૌદપૂર્વનો બોધ થઈ જાય છે ? ભણ્યા વગર આટલું બધું આવડી ગયું ? આવડ્યું તે કેટલું બધું આવડ્યું ? કે સમસ્ત દ્વાદશાંગી અને ચૌદ પૂર્વોના ત્યાં ને ત્યાં સૂત્રો રચી કાઢ્યા ! આટલું બધું જ્ઞાન શી રીતે પામી ગયા ? કહો, પોતાનો ગુપ્ત આંતરિક સંશય પ્રભુ દ્વારા પ્રગટ થવાથી પ્રભુગુરુ પ્રત્યે આકર્ષિત થયા કે “આ સાચા સર્વજ્ઞ છે, જો જગત પર આવા સર્વજ્ઞ જીવંત મળે છે, તો પછી એમને જ ગુરુ કરી એમને સમર્પિત કાં ન થઈ જવું?' ગૌતમના ગુરુ પ્રત્યે આકર્ષણે જ્ઞાનાવરણ તૂટવા માંડ્યા. પછી સંશયનું સ્યાદ્વાદ-શૈલીએ નિરાકરણ થવાથી અને પ્રભુ પાસેથી સંયમસ્વરૂપ સાચો મોક્ષમાર્ગ જાણવા મળ્યાથી પ્રભુનું શરણું લીધું. આ શરણગ્રહણ અને સંયમ-સ્વીકારે વળી જ્ઞાનાવરણો તોડ્યા ! બાદ, ખૂબ જ વિનય અને બહુમાનભાવે તત્ત્વ પૂછે છે અને અત્યંત શ્રદ્ધાથી ઉત્તર શ્રવણ. અને ઉત્તર સ્વીકાર સાથે ઉત્કૃષ્ટ કોટિના વિનય બહુમાન સમર્પણે, વળી જ્ઞાનાવરણ એવા તોડ્યા એવા તોડ્યાં કે ત્યાં દ્વાદશાંગી અને ચૌદ પૂર્વોનો જ્ઞાન-પ્રકાશ જળહળી ઊઠ્યો. સાધુ કે શ્રાવક જો આ ગુઢ વિનય ભક્તિબહુમાન અને સમર્પણનું મહત્ત્વ ન સમજે, એનો વિશેષ પ્રયત્ન ન કરે અને એકલું ભણ ભણ કરે તો એ ભૂલો પડેલો છે. ગુરુની મહાતારણહાર સેવા વિનય ભક્તિ-બહુમાન અને સમર્પણની અહીં મળેલી અનુપમ તક મૂર્ખ ગુમાવી રહ્યો છે. માનવદેહથી જ આ શક્ય છે એ ભૂલતા નહિ; અને એ ગુરુસેવાસમર્પણ એકલા જ્ઞાનાવરણ કર્મને જ નહિ, પણ મોહનીય અને મોટમોટા અંતરાય કર્મને તોડવામાં અનન્ય ને અદ્ભુત સાધન છે, એ પણ ખૂબ લક્ષમાં રાખવા જેવું છે. તરંગવતી સાધ્વી કહે છે, “સંસારી અવસ્થામાં મને ધીર ગંભીર યાને કળા વિદ્યાના વિશારદ વિદ્યાગુરુ પાસેથી કળા-વિદ્યા-વિજ્ઞાનનું સુંદર જ્ઞાન મળ્યું; ઉપરાંત મારા પિતાજી પોતે જિનવચનને મોકો મળે ત્યારે ત્યારે 54 - તરંગવતી