________________ ઓ ભલી બાઈ સુલસા ! તું મારા પગ શું ધુએ? હું તારા પગ ધોવાને લાયક છું, જેથી મારામાં તારા જેવું સાચું, સમ્યગદર્શન આવે.” સુલસા કહે “આવું કાં બોલો ? મારામાં કશું નથી.' અંબડ કહે “તારામાં છે એ આખી વિશાળ રાજગૃહી નગરીમાં કોઈની પાસે નથી.” | માટે તો ત્રિભુવનગુરુ મહાવીર પરમાત્માએ તને એકલીને કહેવા મારા દ્વારા સંદેશો મોકલ્યો છે, ને તે કહેવા હું અહીં આવ્યો છું;” એમ કહી પહેલેથી બધી હકીકત કહે છે. એમાં જ્યાં અંબડે કહ્યું “પ્રભુને કાંઈ સેવા પૂછતાં પ્રભુએ રાજગૃહીમાં નાગરથિકના પત્ની સુલતાને સંદેશા કહેવાની સેવા આપી,’ એ વાત કરી ત્યાં એ સાંભળતાં જ સુલસાનું દિલ ધડકવા લાગ્યું કે “અહો ! ત્રણ જગતના નાથ મારા જેવી રાંકડીને સંદેશો મોકલે છે ? કેટલા ઊંચા મારાં અહોભાગ્ય ?' સુલસા કહે “હા, હા, તો જલદી કહો પ્રભુએ મને પામરીને શો સંદેશો મોકલ્યો છે ?' અંબડ કહે “પ્રભુએ તમને ધર્મલાભ કહેવડાવ્યા છે, ને કહ્યું છે કે અમારી વતી સુલસાની ધર્મપ્રવૃત્તિના ખબર પૂછજો !' પ્રભુના સંદેશા પર સુલતાને ગદ્ગદતા : આ સાંભળીને સુલસા ક્યાં ઊભી રહે ? હરખનો પાર નથી, સાથે પ્રભુના અનંત અનંત ઉપકાર માનતી હૈયામાં એને પ્રભુ પ્રત્યેનો અપાર કૃતજ્ઞભાવ ઊછળી રહ્યો છે. આંખમાંથી દડદડ આંસુ પડી રહ્યા છે. ઊભી થઈને જે દિશામાં પ્રભુ વિચરે છે એ દિશામાં ખમાસમણાં દેતી બોલી રહી છે, “ઓ મારા નાથ ! આ તમે મને યાદ કરી એ તમારી કેટલી બધી આ રાંકડી પર દયા ! ક્યાં તમે ત્રિલોકના નાથ ! ઇંદ્રોના પૂજય ! અને ક્યાં હું વિષયકષાય અને હિંસાદિ પાપોમાં ડૂબેલી ! મારા પર ઓ કરુણાસિંધુ ! આ શી રીતે આટલી બધી કરણા ? પ્રભુ ! પ્રભુ !...' મોં લાલચોળ થઈ ગયું છે, આંખમાંથી પાણી ટપકી રહ્યું છે. અંબડ તો આ જોતાં આભો જ બની જાય છે. એને લાગે છે,- “ખરેખર પ્રભુએ આને પારખીને જ સંદેશો મોકલ્યો છે. સંદેશાના નિમિત્તે મને સૂઝાડ્યું કે “તું શાનો સમ્યગ્દર્શનનો ફાંકો રાખે ? સાચા સમ્યગ્દર્શનનાં દર્શન કરવા હોય તો જા તુલસા શ્રાવિકાને જો, એનામાં તને સમ્યગ્દર્શન શી ચીજ છે એ આબેહૂબ જોવા મળશે.” કર્મ ! તારી ગતિ ન્યારી 41