________________ જ્ઞાનગુણ : બીજો દાખલો, પુષ્યમિત્ર : એમ આર્ય દુર્બલિકા પુષ્યમિત્ર મુનિ યાદ આવે છે કે જે સૂત્ર-અર્થના સ્વાધ્યાયની રટણામાં એવા લીન કે રોજ એકાશન-આહાર વાપરે છતાં દુર્બલ જેવા રહેતા હતા. એમાં વિહાર કરતાં કરતાં એમના ગામમાં આવ્યા ત્યાં એમના સંબંધીઓ એમને દૂબળા જોઈ આચાર્ય મહારાજને ઠપકો આપવા લાગ્યા કે ‘તમે અમારા મહારાજને કેમ બહુ તપસ્યા કરાવી કરાવી દૂબળા બનાવી દીધા ?' આચાર્ય મહારાજ કહે “તપસ્યા કશી કરાવી નથી, પરંતુ એમની જ્ઞાન ભણવાની મહેનત આહારને ફટૂટું સ્વાહા કરી નાખે છે. તેથી જાડિયાપાડિયા નથી બની શકતા. છતાં તમને વિશ્વાસ ન બેસતો હોય તો એમને લઈ જાઓ તમારે ત્યાં એકાન્તમાં થોડા દિવસ એ રહેશે અને તમે વહોરાવશો તે વાપરશે” બસ, સાધુને મોકલ્યા, અને સગાઓએ ઘી-દૂધ-મલાઈના ભોજન વહોરાવવા મંડ્યા. મુનિએ ગુરુના હુકમથી એ વાપરવાનું રાખ્યું. બે દહાડા ચાર દહાડા આઠ દહાડા થયા છતાં શરીર વળ્યું નહિ. સગાઓએ જઈને આચાર્ય મહારાજને વાત કરી પૂછ્યું “શરીર કેમ વળતું નથી ?' સ્વાધ્યાયની મહેનતમાં ઘી-દૂધ ફૂફૂટ્ સ્વાહા : આચાર્ય મહારાજ કહે “આ તમારા ઘી દૂધ ને મલાઈ એમની જ્ઞાનસ્વાધ્યાયની મહેનતમાં 3 ફૂટ્ સ્વાહા થઈ જાય છે. હવે તમારે જોવું હોય તો જાઓ મહારાજને કહેજો હમણાં 8 દિન સુત્ર સ્વાધ્યાય બંધ રાખજો; અને તમે એમને આંબેલના લુખ્ખા આહાર વહોરાવી એજ વાપરવા કહેજો” બસ, સગાઓએ એ કર્યું. મહારાજને સૂત્ર-અર્થમાં ઓતપ્રોતતાની ચિંતા ન રહી. Tension માનસિક શ્રમ ન રહ્યો તેથી લુખ્ખા ખાવા છતાં આઠ દહાડામાં સુકલકડી શરીર ફૂલીને દડા જેવું થઈ ગયું. સગાઓ આ જોઈ સમજી ગયા, મુનિને પાછા ગુરુ પાસે મૂકી જઈ ગુરુની ક્ષમા માગે છે કે “માફ કરજો, અમે જ્ઞાનનો પરિશ્રમ શું કામ કરે છે એના અજાણ; તેથી પહેલાં આપને ઠપકો દેવાની અમે ભૂલ કરી !' દર્શનગુણ : સુલતા સમ્યગ્દર્શનગુણની ઉચ્ચતામાં આપણને સુલસા શ્રાવિકા અને ચંદનબાળા યાદ આવે છે. અંબડ પરિવ્રાજકને વીરપ્રભુનું સમ્યગ્દર્શન સ્વીકાર્યાના અભિમાનનો આફરો ચડ્યો હતો કે હું એક હજાર શિષ્યોનો અને હજારો કર્મ ! તારી ગતિ ન્યારી 39