________________ જીવો પ્રત્યેનો આ ત્રણ પ્રકારનો અભિગમ કેટલો બધો ઉમદા છે કે એથી જીવન સાંસારિક છતાં અલ્પ આરંભ-સમારંભથી પતાવવાની વેશ્યા રહે છે, અને કરવા જ પડતા આરંભ-સમારંભોમાં દિલ કોમળ-કૂણું અને જીવન હિંસા પ્રત્યે સંતાપભર્યું રાખે છે. આ અભિગમની ઉત્કૃષ્ટતા થાય ત્યારે તો પોતે સ્વયં તો હિંસા કરે નહિ, પરંતુ પર-પ્રયોગથી પોતાને આ હિંસામાં નિમિત્ત બનવું પડતું હોય, તો ય દિલમાં સંતાપ થાય. જુઓ, અર્ણિકાપુત્ર આચાર્યનો જીવો પ્રત્યે અભિગમ : અર્ણિકાપુત્ર આચાર્યને નાવડામાં ગંગા પાર કરતાં વૈરી દેવતાએ નાવડું ડોલડોલ કરી પ્રવાસીઓના મગજમાં “આ અપશુકનિયા મુનિના લીધે નાવડું ડોલંડોલે છે' એવું ઊંધું સૂઝાડ્યું. એથી એ લોકોએ મુનિને ઊંચકીને પોટલાની જેમ ઊંચે ગંગા પર ઉછાળ્યા. ત્યાં લોકો પ્રત્યે મુનિનો અભિગમ “અરરર ! આ બિચારા જીવોને મારું શરીર દ્વેષનું અને ઊછાળવાના પાપનું નિમિત્ત બની રહ્યું છે !" એવો દયાભર્યો, ને પાણીના જીવો પ્રત્યે મુનિએ અભિગમ,- “અરેરે ! આ બિચારા અસંખ્ય જીવો મારું શરીર પાણી પર પછડાવાથી મોતનું દુઃખ પામશે !'- એવો દયાભર્યો ઊભો કર્યો. એમાં દેવતાએ આકાશમાં ઊછળી નીચે પડતા મુનિને ભાલે વીંધ્યા ! તો ત્યાં પણ દેવજીવ પ્રત્યે મુનિનો અભિગમ “અરરર ! આ મારું પાપિઇ શરીર કોઈ બિચારાને હિંસાના પાપમાં નિમિત્ત થઈ રહ્યું છે ! એ પાપથી નરકાદિ ગતિમાં એને બિચારાને કેવાં દુ:ખ વેઠવા પડશે !' એમ ભાવ દયાભર્યો આવ્યો; અને નીચે પાણીના જીવો પ્રત્યે અભિગમ,- “અરરર ! આ મારા પાપી શરીરના લોહીના ટીંપા નીચે પડી પડી કેટલા બધા અસંખ્ય જીવોને મોત સુધીનાં દુઃખ આપી રહેલ છે !" એવો દયાભર્યો જ રાખ્યો ! ત્યારે પોતાના શરીર પ્રત્યે મુનિના અભિગમમાં ધૃણાનો ભાવ રાખી, સિદ્ધના જીવો પ્રત્યે અભિગમ “અહો ! ધન્ય છે તે સિદ્ધ ભગવંતોને કે જેમણે શરીર જ ન રહેવા દીધું, તો કોઈના પાપમાં કે દુ:ખમાં નિમિત્ત જ થતા નથી !', એવો અનુમોદનાભર્યો રાખ્યો. એમાં પોતાના જડ શરીર પ્રત્યે રાગનો ને દુ:ખની “હાય”નો અભિગમ નહિ, કિન્તુ બીજાનાં પાપ અને દુ:ખમાં નિમિત્ત બનનાર તરીકે ધૃણાનો અભિગમ રાખ્યો, તો એમાં અંતે અનાસક્ત બનતાં જીવ અજીવ પ્રત્યેના આવા અભિગમથી શુકલધ્યાન અને ક્ષપકશ્રેણિ પર ચડી કર્મ ! તારી ગતિ ન્યારી