________________ ઓળખનારા હતા. ઓળખનારા એટલે અમલ વિનાની ઓળખ નહિ, પણ અમલવાળી ઓળખવાળા. તરંગવતી શાસ્ત્રકારે અહીં “અભિગમ' શબ્દ વાપર્યો છે, એને અંગ્રેજીમાં Approach કહેવાય. શેઠનો જીવો પ્રત્યે એપ્રોચ યાને યોગ્ય અભિગમ જીવ તરીકે હતો. એટલે જીવ પ્રત્યે યોગ્ય અભિગમ એટલે (1) જીવોની હિંસા આરંભ-સમારંભનો પ્રસંગ આવે તો સમજતા કે “સલ્વ પાણા પરમાહમિયા” અર્થાત્ સર્વજીવો પરમધાર્મિક છે, અહીં “પરમધર્મ તરીકે સર્વજીવ વ્યાપી “સુખેચ્છા' ધર્મ સમજવાનો છે. શેઠ સમજતા કે “જયારે સર્વે જીવોને સુખની ઇચ્છા છે દુ:ખ કોઈને ગમતું નથી, તો મારા કમનસીબ છે કે મારે આ જીવોની હિંસામય આરંભ-સમારંભ કરાવવા પડે છે.” આમ એ જીવો પ્રત્યે શેઠનો સંતાપભર્યો અભિગમ હતો; એટલે જ ટાળી શકાય એવા આરંભ-સમારંભમાં એ પડતા જ નહિ. (2) બીજી રીતે જીવ તરીકે અભિગમ એ રીતે કે એમના સંબંધમાં કોઈ અપરાધી યાને કોઈ ભૂલ કરનાર જીવ આવે ત્યાં સમજતા કે “સર્વે જીવા કમ્મવસ” અર્થ, સર્વજીવો કર્મવશ છે કર્મપીડિત છે, તેથી એ બિચારા ભૂલ કરી નાખે; તો કર્મથી પીડાતા પ્રત્યે દ્વેષ શો કરવો? વૈષના બદલે એમની દયા જ ચિંતવવાની. (3) ત્રીજી રીતે જીવ તરીકે અભિગમ એટલે સર્વજીવો પ્રત્યે મૈત્રીસ્નેહભાવ, દુઃખિત પ્રત્યે કરુણાભાવ, ગુણાધિક સુખાધિક પ્રત્યે ઇર્ષ્યા નહિ પણ પ્રમોદભાવ, અને અસાધ્ય દોષવાળા પ્રત્યે ઉપેક્ષાભાવ યાવત પરદોષ માત્ર પ્રત્યે ઉપેક્ષાભાવ રાખનારા. પરચિંતા-પરતપ્તિ-પરનિંદા નહિ. આનું કારણ શેઠ સમજતા કે “સંસારમાં જીવોના સંબંધમાં રહીએ છીએ તો આપણને એમના પ્રત્યે માત્ર મૈત્રી-કરુણાદિ ચાર શુભભાવ કરવાનો જ અધિકાર છે. નહિતર એથી વિરુદ્ધ અ-મૈત્રી વગેરે અશુભભાવો કરાય તો એ આપણને સંસારભ્રમણના અધિકારી બનાવે છે. માટે (1) જીવમાત્ર સુખાર્થી હોઈ અહિંસ્ય છે. (2) અપરાધી કર્મપીડિત હોઈ દયાપાત્ર છે. (3) જીવો યથાયોગ્ય મંત્રી આદિના વિષય છે. 36 - તરંગવતી