________________
: પ્રબંધ-રેજો
અધિકારપમો (३६) भवस्वरूपविज्ञानाद् द्वेषान्नैर्गुण्यदृष्टिजात् ।
तदिच्छोच्छेदरूपं द्राग् वैराग्यमुपजायते ।।१।। અર્થ : સંસારના સ્વરૂપનું જ્ઞાન થવાથી “સંસાર નિર્ગુણ છે એવી સ્પષ્ટ)
દષ્ટિ પ્રાપ્ત થાય. એવી દષ્ટિ પ્રાપ્ત થયા પછી એ સંસાર ઉપર દ્વેષ (અરૂચિ) ઉત્પન્ન થાય. અને એ નફરતમાંથી સંસારભોગની ઈચ્છાનો નાશ થાય. આ “ભવેચ્છાનાશ એ જ વૈરાગ્ય છે. ટૂંકમાં
અનાસક્તિ એ જ વૈરાગ્ય. (૩૭) વિષઃ ક્ષીય માનો નેસ્થરિવ પાવ !
प्रत्युत प्रोल्लसच्छक्तिर्भूय एवोपवर्द्धते ।। ४।। અર્થ: રે ! વિષયોના ભોગ માણવાથી તે શું કામરાગ નાશ પામી જતો
હશે? નાશ પામવાની વાત તો દૂર રહી પણ અગ્નિમાં ઈન્ધન નાંખતા જેમ અગ્નિ વધુ ને વધુ ભડકે બળે તેમ આ કામ પણ વિષય
ભોગથી તો વધુ બળવાન બની જઈને વધુ ને વધુ પ્રજ્વળે છે. (३८) सौम्यत्वमिव सिंहानां पन्नगानामिव क्षमा ।
विषयेषु प्रवृत्तानां वैराग्यं खलु दुर्लभम् ।।५।। અર્થ: નહિ, નહિ. વિષયસુખની સિદ્ધિથી વૈરાગ્ય સંભવે જ નહિ.
વિષયમાં પ્રવૃત્ત હોય અને વિષયોથી વિરક્ત હોય ? એ શી રીતે
બને?
જો વનકેસરીમાં સૌમ્યતા જોવા મળે, જો કાળોતરા નાગમાં ક્ષમા જોવા મળે તો વિષયોમાં પ્રવૃત્ત બનેલા આત્મામાં વૈરાગ્ય મળે !
રે ! વિષયભોગીને વૈરાગ્ય ! અતિ દુર્લભ ઘટના ! (૩૨) કૃત્વા વિષયત્યા પો વેરા વિધતિ
अपथ्यमपरित्यज्य स रोगोच्छेदमिच्छति ।।६।। અર્થ : વિષયના ભોગ છોડ્યા વિના વૈરાગ્યની સાધના કરવાની ઈચ્છા
રાખનારો કુપથ્યને છોડ્યા વિના રોગનાશને ઈચ્છતા દરદી જેવો કહેવાય !
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧
૧૦