________________
અર્થ : કેવું આશ્ચર્ય ! જેમ જેમ આ જીવ વધારે ભણ્યો તેમ તેમ તેનું મન અભિમાનથી પુરાવા લાગ્યું. બિચારા આ હિતકારી એવા આત્મજ્ઞાન વિનાના જીવને તો શ્રુતજ્ઞાનરૂપી ઔષધમાંથી રોગ મટવાને બદલે અહંકાર રૂપી વ્યાધિ ઉત્પન્ન થયો.
(९१) अप्पाणमबोहंता, परं विबोहंति केइ ते वि जडा । भण परियणम्मि छुहिए, सत्तागारेण किं कज्जं ।।
અર્થ : તે બિચારાઓ જડ છે કે જેઓ પોતાની જાતને=આત્માને તો પ્રતિબોધ પમાડી શકતા નથી. અને છતાં તેઓ પારકાઓને બોધ પમાડવા નીકળ્યા છે. અરે, એ લોકો કેમ સમજતા નથી કે, ‘આપણો પરિવાર જ્યારે ભૂખ્યો મરતો હોય ત્યારે દાનશાળા ખોલવાથી શું લાભ ?’ (અર્થાત્ પહેલા આત્માને સુધાર, પછી પરોપકાર કર.) (९२) अवरो न निंदिअव्वो पसंसिअव्वो कया विन हु अप्पा । समभावो कायव्वो बोहस्स रहस्समिणमेव ।।
અર્થ : આત્મજ્ઞાનનું રહસ્ય માત્ર આટલું જ છે કે, (૧) પારકા કોઈની પણ નિંદા ન કરવી. (૨) ક્યારેય પણ પોતાની પ્રશંસા ન કરવી. (૩) સુખ-દુ:ખ, માન-અપમાન વગેરે સર્વત્ર સમભાવ ધારણ કરવો. (९३) परसक्खित्तं भंजसु रंजसु अप्पाणमप्पणा चेव ।
वज्जसु विविहकहाओ, जइ इच्छसि अप्पविन्नाणं ।।
અર્થ : ઓ ચેતન ! તું શું આત્મજ્ઞાન ઈચ્છે છે ને ? તો મારી ત્રણ વાતો સ્વીકાર. (૧) દરેક જગ્યાએ આત્માની સાક્ષી રાખ. પારકાની સાક્ષી છોડ. (બીજાઓ શું માનશે ? ઈત્યાદિ વિચાર છોડ.) (૨) તારા આત્માને જ તું તારા આત્મા દ્વારા જ પ્રસન્ન કર. (૩) વિવિધ વાતો =વિકથાઓ બધી જ છોડી દે.
(९४) तं भणसु गणसु वायसु, झायसु उवइससु आयरेसु जिआ । खमित्तमपि विअक्खण आयारामे रमसि जेणं ।।
અર્થ : વધારે તો શું કહું ? તું એ જ ભણ, એ જ ગણ, એ જ વાંચ, એ જ ધ્યાન કર, એ જ ઉપદેશ આપ, એ જ આચાર પાળ કે જેના દ્વારા ક્ષણવાર પણ તારા આત્મામાં લીન બને.
+↓↓↓↓↓↓↓↓↓↓↓↓♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪↓††††††††††††
૯૬
+♪♪♪♪♪♪♪♪+↓↓↓↓↓↓↓↓÷÷÷↓↓↓↓↓¦††††
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧