________________
:
એ જ ગણાય કે જેમાં બે વસ્તુ સમાયેલી હોય : (૧) પોતાનાથી ઊંચા આત્માઓ વિશે વિનય, બહુમાનાદિ હોય, એમના પ્રત્યે તિરસ્કાર, ઈર્ષ્યા, હરિફાઈ ન હોય. દા.ત. ૫૦મી ઓળી પૂરી કરનારો સાધુ ૭૦મી ઓળીના આરાધકનો વિનય, વૈયાવચ્ચ, બહુમાનાદિ કરે. (૨) પોતાનાથી નીચા આત્માઓને વિશે દયા, વાત્સલ્ય વગેરે હોય. દા.ત. ૫૦મી ઓળીવાળો સાધુ ઓળી ન કરી શકનારાઓ પ્રત્યે દયા રાખે, વાત્સલ્ય રાખે, એમની અવગણના, હીલના ન કરે. (१७) सिद्धेश्चोत्तरकार्यं विनियोगोऽवन्ध्यमेतदेतस्मिन् ।
सत्यन्वयसंपत्त्या सुन्दरमिति तत् परं यावत् ।।
અર્થ : સિદ્ધિ પછીના કાળમાં થનારું કાર્ય એ વિનિયોગ છે. પોતાને જે ઓળી વગેરે ધર્મસ્થાનની સિદ્ધિ થઈ છે એ ઓળી બીજા જીવને પણ આત્મસાત્ કરાવે. બીજાને પોતાનું ધર્મસ્થાન પમાડે તો એ વિનિયોગ છે. આ વિનિયોગ થાય તો સિદ્ધ થયેલું ધર્મસ્થાન ક્યારેય નિષ્ફળ ન જાય. પરંતુ ઉપર-ઉપરના ધર્મસ્થાનો અપાવવા દ્વારા યાવત્ સૌથી ઊંચું ધર્મસ્થાન પણ અપાવે. દા.ત. ૫૦મી ઓળીવાળો સાધુ બીજાને પણ ઓળી વગેરે કરાવે તો એની એ ૫૦મી ઓળી ૫૧, ૫૨, ૫૩ વગેરે ઓળીઓ નિર્વિઘ્ને પૂરી થાય અને એ રીતે ૧૦૦ ઓળી પૂરી કરાવે. (આ પાંચ આશય આ રીતે સ્વાધ્યાય, વૈયાવચ્ચ, અહિંસા વગેરે હજારો ધર્મસ્થાનોમાં લગાડવા.)
(१८) आशयभेदा एते सर्वेऽपि हि तत्त्वतोऽवगन्तव्याः । भावोऽयमनेन विना चेष्टा द्रव्यक्रिया तुच्छा ॥
અર્થ : આ પ્રણિધાનાદિ પાંચ વસ્તુઓ દેખાવમાં ભલે આચારસ્વરૂપ હોય. પણ પરમાર્થથી તો એ આશયના જ =માનસિક વિચારના જ ભેદો જાણવા. અને આ પાંચ આશયો એ જ ભાવ શબ્દથી ઓળખાય છે. આ ભાવ વિનાની ઊંચામાં ઊંચી ક્રિયાઓ પણ દ્રવ્યક્રિયા ગણાય છે. અને એ દ્રવ્યક્રિયા તુચ્છ છે.
(१९) अस्माच्च सानुबन्धाच्छुद्ध्यन्तोऽवाप्यते द्रुतं क्रमश: । एतदिह धर्मतत्त्वं परमो योगो विमुक्तिरसः ।।
++++++++++÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧
૧૪૮