________________
(४९) एता: चतुर्विधाः खलु भवन्ति सामान्यतश्चतस्रोऽपि । एतद् भावपरिणतावन्ते मुक्तिर्न तत्रैताः ।।
અર્થ : આ ચાર ભાવનાઓને સારી રીતે આત્મસાત્ કરવી હોય તો એનો વારંવાર અભ્યાસ કરવો પડે. જે આત્માઓ જિનાજ્ઞા પ્રમાણે પ્રવૃત્તિ કરે છે, જેઓ સુંદર આચારવાળા અને સતત શ્રદ્ધાવાળા છે તે આત્માઓ આ ચાર ભાવનાઓને વારંવાર ભાવીને આત્મસાત્ કરે છે.
(५०) अभ्यासोऽपि प्रायः प्रभूतजन्मानुगो भवति शुद्धः । कुलयोग्यादीनामिह तन्मूलाधानयुक्तानाम् ।।
અર્થ : (અમે પણ મૈત્યાદિ ભાવનાનો અભ્યાસ કરીએ છીએ છતાં એ ભાવનાઓ આત્મસાત્ થતી દેખાતી નથી તેનું શું કારણ ?) અશુદ્ધ અભ્યાસથી કામ ન થાય. શુદ્ધ અભ્યાસથી કામ થાય. અને પ્રાયઃ કરીને ઘણા બધા ભવોમાં આ મૈત્ર્યાદિનો અભ્યાસ કરીએ ત્યારે ઘણા ભવો પછી એ શુદ્ધ બને. અને એ પણ એ મૈત્યાદિના બીજના વાવેતરવાળા કુલયોગીઓ વગેરેને શુદ્ધ બને. (જૈનાદિ કુટુંબોમાં જન્મેલા અને એમના સુંદર ધર્મને અનુસરનારાઓ કુલયોગી કહેવાય.)
(५१) अविराधनया यतते यस्तस्यायमिह सिद्धिमुपयाति । गुरुविनयः श्रुतगर्भो मूलं चास्या अपि ज्ञेयः ।। અર્થ,: વળી, જે સાધુઓ કોઈપણ જાતની વિરાધનાઓ કર્યા વિના સંયમમાં પ્રવૃત્તિ કરે છે તેઓને આ મૈત્ર્યાદિ ભાવનાઓનો અભ્યાસ સિદ્ધ થાય છે.
પણ એ અવિરાધનાનું મૂળ કોણ છે ? એ છે, શ્રુતગર્ભિત એવો ગુરૂવિનય. શાસ્ત્રાનુસારી ગુરુવિનય તમામ વિરાધનાઓને ભગાડી મૂકવા સમર્થ છે.
(५२) सिद्धान्तकथा सत्सङ्गमश्च मृत्युपरिभावनं चैव । दुष्कृतसुकृतविपाकालोचनमय मूलमस्यापि ।
*÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷
+++++++++++
મનનનનનનનન
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (ષોડશક)
૧૫૭