________________
વિપત્તિઓ પામે છે. આ બધું જોઈ અમને ખૂબ દુઃખ થાય છે પણ અમે શું કરીએ ? શું બોલીએ ? ખરેખર આ આખું ય વિશ્વ સેંકડો પ્રકારના દુઃખો,
સંક્લેશોથી વ્યાકુળ બનેલું છે. (६०) स्वयं खनन्तः स्वकरण गर्तान्, मध्ये स्वयं तत्र तथा पतन्ति ।
यथा ततो निष्क्रमणं तु दूरेऽधोऽधः प्रपाताद्विरमन्ति नैव ।। અર્થ : બિચારા આ અજ્ઞાની જીવો ! ખોટા કાર્યો કરવા દ્વારા તેઓ પોતાના
જ હાથે મોટો ખાડો ખોદે છે. અને પછી જાતે જ એ ખાડામાં એવા તો પડે છે કે એમાંથી બહાર નીકળવાની વાત તો દૂર રહો પણ નીચે ને નીચે પડતા અટક્તા પણ નથી. વધુ ને વધુ અંદર પડ્યા જ કરે
(६१) शृण्वन्ति ये नैव हितोपदेशम्, न धर्मलेशं मनसा स्पृशन्ति ।
रुजः कथङकारमथापनेयास्तेषामुपायस्त्वयमेक एव ।। અર્થ : રે ! જેઓ અમારા વડે અપાતા હિતોપદેશને ય સાંભળતા નથી,
મનથી ય નાનકડા ધર્મને ય જેઓ સ્પર્શતા નથી તેઓના રોગો, દુઃખો, દોષો શી રીતે અમારે દૂર કરવા ? કેમકે હિતોપદેશશ્રવણ, ધર્મારાધના એ જ એકમાત્ર રોગાદિનાશનો ઉપાય છે. એ તો આ
જીવો આચરતા જ નથી. (દર) પરવું પ્રતીકારવં ધ્યાત્તિ યે રિ |
लभन्ते निर्विकारं ते सुखमायतिसुन्दरम् ।। અર્થ : આ પ્રમાણે જેઓ પારકાના દુઃખોનો નાશ કરવાનો વિચાર પોતાના
હૃદયમાં કર્યા કરે છે તેઓ પરિણામમાં પણ સુંદર એવા નિર્વિકાર,
સ્વચ્છ, શુદ્ધ સુખને પામે છે. (૬૩) વરિદરળીયો ગુજરવિવેદી, શ્રમતિ રો મતિમન્નમ્ |
सुगुरुवचः सकृदपि परिपीतम्, प्रथयति परमानन्दं रे ।। અર્થ : શું કરવું કે શું ન કરવું? વગેરે વિવેકબુદ્ધિ જે ગુરુ પાસે નથી એ
અવિવેકી ગુરુનો ત્યાગ કરવો જોઈએ, કેમકે એ ગુરુ તો
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (શાન્તસુધારસ)
૧૭૭