________________
(७२) पश्यसि किं न मनःपरिणामम्, निजनिजगत्यनुसारं रे ।
येन जनेन यथा भवितव्यम्, तद्भवता दुर्वारं रे ।। અર્થ : એક વાત ધ્યાનમાં રાખ કે દરેક આત્માનું ભવિષ્ય પહેલેથી નક્કી જ
છે. એટલે ભવિષ્યમાં જેની જે ગતિ થવાની હશે તે જ પ્રમાણે તે આ ભવમાં પ્રવૃત્તિ કરશે. તો પોતપોતાની ભવિષ્યની ગતિને અનુસાર જ તેઓના માનસિક પરિણામો થાય છે એ તું કેમ નથી જોતો? જેનું જે ભાવિ નક્કી થઈ ચૂક્યું છે એને અટકાવવાની તારી કોઈ જ તાકાત નથી.
ભાગ-૧ સમાપ્ત
૧૮૦
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧