________________
મંદબુદ્ધિવાળાઓને સંસારસાગરમાં ભમાવનારા બને છે. જ્યારે સદ્ગુરુનું વચનામૃત એકવાર પણ પીધું હોય તો એ પરમ
આનંદને વિસ્તારે છે. (६४) कुमततमोभरमीलितनयनम्, किमु पृच्छत पन्थानम् ।
दधिबुद्ध्या नर जलमन्थन्याम्, किमु निदधत मन्थानं रे ।। અર્થ : ઓ શિષ્ય ! ખોટી માન્યતારૂપી અંધકારના સમૂહથી જેના નેત્રો
ઘેરાઈ ગયેલા છે એવા ગુરુને કેમ મોક્ષમાર્ગ પૂછે છે? “અરે ભાઈ! આ દહીં છે.” એમ ખોટું સમજીને પાણીમાં રવૈયો ફેરવનાર માણસ
શું ક્યારેય માખણ પામે ખરો? (६५) अनिरुद्धं मन एव जनानाम्, जनयति विविधातङ्कम् ।
सपदि सुखानि तदेव विधत्ते, आत्माराममशङ्क रे ।। અર્થ: આ સ્વચ્છંદી મન જ જાતજાતના આતંકો-ઉપદ્રવો-દુઃખોને ઉત્પન્ન
કરનાર છે. જો એ મનને કાબૂમાં લઈ આત્મામાં જ લીન કરી દેવામાં આવે તો એ જ મન ખૂબ ઝડપથી બધા સુખોની ભેટ ધરી દે. એમાં
શંકાને કોઈ સ્થાન નથી. (६६) सह्यत इह किं भवकान्तारे, गदनिकुरम्बमपारम् ।
अनुसरताऽऽहितजगदुपकारम्, जिनपतिमगदङ्कारं रे ।। અર્થ : ઓ મૂર્ખ ! આ સંસારરૂપી જંગલમાં જેનો અંત જ ન આવે એવા
આધ્યાત્મિક રોગોના ઢગલાને તું ફોગટ કેમ સહન કરે છે? અરે, આ વિશ્વોપકારી જિનેશ્વર નામના વૈદ્યના શરણે જા. તારા તમામ
રોગો દૂર થઈ જશે. (६७) मिथ्या शंसन् वीरतीर्थधरेण, रोर्बु शेके न स्वशिष्यो जमालिः ।
अन्यः को वा रोत्स्यते केन पापात्तस्मादौदासीन्यमेवात्मनीनम् ।। અર્થ: તું બીજાઓને પ્રતિબોધ પમાડવા પુષ્કળ ઉપદેશ આપે છે છતાં
જ્યારે તેઓ પ્રતિબોધ નથી પામતા ત્યારે તને આઘાત લાગે છે, નિરાશા જાગે છે, ક્રોધ જાગે છે. પણ તું એ વિચાર કે) ઉસૂત્રપ્રરૂપણા કરનારા પોતાના જ શિષ્ય, પોતાના જ જમાઈ એવા પણ જમાલિને
૧૭૮
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧