Book Title: Jain Shastrona Chuntela Shloko Part 01
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 188
________________ ખુદ તીર્થપતિ પ્રભુવીર પણ ઉસૂત્રપ્રરૂપણા કરતા અટકાવી શક્યા નથી. માટે આ વિષયમાં તો ઉદાસીનતા એ જ આત્મહિતકારી છે. (६८) अर्हन्तोऽपि प्राज्यशक्तिस्पृशः किम्, धर्मोद्योगं कारयेयुः प्रसह्य । ___ दधुः शुद्धं किन्तु धर्मोपदेशम्, यत्कुर्वाणा दुस्तरं निस्तरन्ति ।। અર્થ : આખા વિશ્વને મુઠ્ઠીમાં ચોળી નાંખવાની શક્તિ ધરાવનારા અરિહંતો પણ શું કોઈની પણ પાસે બળજબરીથી ધર્મ કરાવે છે ખરા ? ના, તેઓ તો માત્ર શુદ્ધ ધર્મોપદેશ જ આપે છે, જે ધર્મોપદેશનું આચરણ કરનારાઓ દસ્તર ભવસમુદ્રને તરે છે. ન કરનારાઓ ડુબે છે. (६९) परिहर परचिन्तापरिवारम्, चिन्तय निजमविकारं रे । तव किं कोऽपि चिनोति करीरम्, चिनुतेऽन्यः सहकारं रे ।। અર્થ : ઓ મન ! પારકાની ચિંતાઓનું પોટલું માથે લઈને ફરે છે. પણ એ બધી પારકી ચિંતાઓ છોડી દે. એક માત્ર નિર્વિકારી, શુદ્ધ તારા આત્માનો વિચાર કર. અરે ! કોઈક કાંટાઓ ભેગા કરે તો બીજો કોઈક વળી આંબા ઉપરથી કેરીઓ ભેગી કરે, પણ એમાં તારે શું? પારકાના કાંટા કે કેરીથી તને દુઃખ-સુખ મળવાના નથી. (७०) योऽपि न सहते हितमुपदेशम्, तदुपरि मा कुरु कोपं रे । निष्फलया किं परजनतप्त्या, कुरुषे निजसुखलोपं रे ।। અર્થ : તું ભલે ભવ્યજીવોને, શિષ્યોને હિતોપદેશ આપ. પણ જે શિષ્યાદિ તારા હિતોપદેશને ન સ્વીકારે, સામે પડે તેની ઉપર તું ક્રોધ ન કરીશ. આ નકામી પારકા લોકોની ચિંતા દ્વારા તું તારા આત્મસુખનો લોપ શા માટે કરે છે ? (७१) सूत्रमपास्य जडा भाषन्ते, केचन मतमुत्सूत्रं रे । किं कुर्मस्ते परिहतपयसो, यदि पीयन्ते मूत्रं रे ।। અર્થ : કેટલાક જડ લોકો શાસ્ત્રોને બાજુ પર મૂકી ઉસૂત્રપ્રરૂપણા કરે છે. ઉત્સુત્રજીવન પણ જીવે છે. પણ એથી શું ? દૂધ છોડીને બધા મૂત્ર પીવા લાગી પડે તો અમે શું કરીએ ? જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (શાન્ત સુધારસ) ૧૭૯

Loading...

Page Navigation
1 ... 186 187 188 189 190 191 192 193 194