Book Title: Jain Shastrona Chuntela Shloko Part 01
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 184
________________ નિર્મળ થયેલી બુદ્ધિના બળે શીલધર્મનું નિર્મળ પાલન કરે છે. તેઓ પણ ધન્ય છે. આ અરિહંતો, સાધુઓ, શ્રાવકો, સાધ્વીઓ અને શ્રાવિકાઓ વગેરે સર્વ ધન્યાત્માઓની ભાગ્યશાળી આત્માઓ રોજ વારંવાર પોતાનું અભિમાન છોડી દઈને સ્તવના કરે છે. (५४) मिथ्यादृशामप्युपकारसारम्, संतोषसत्यादिगुणप्रसारम् । वदान्यता- वैनयिकप्रकारम्, मार्गानुसारीत्यनुमोदयामः || અર્થ : આ બધા વિરતિ અને સમ્યક્ત્વથી શોભતા સંઘના સભ્યોની વાત તો દૂર રહો ! જે મિથ્યાત્વી આત્માઓમાં પણ પરોપકારપ્રધાન એવા સંતોષ, સત્યાદિ ગુણોનો વિસ્તાર જોવા મળે છે, તેઓમાં પણ જે ઉદારતા, વિનયાદિ જોવા મળે છે એ બધા ગુણો માર્ગાનુસારી હોવાથી, મોક્ષમાં લઈ જનારા હોવાથી હું એ ગુણોની ભારોભાર અનુમોદના કરું છું. (५५) जिह्वे ! प्रवीभव त्वं सुकृतिसुचरितोच्चारणे सुप्रसन्ना । भूयास्तामन्यकीर्तिश्रुतिरसिकतया मेऽद्य कर्णौ सुकर्णी । वीक्ष्यान्यप्रौढलक्ष्मी द्रुतमुपचिनुतं लोचने रोचनत्वं । संसारेऽस्मिन्नसारे फलमिति भवतां जन्मनो मुख्यमेव ।। અર્થ : ઓ જીભ ! તું તૈયાર થા ! સજ્જનોના સુંદર આચારોને બોલવામાં તું પ્રસન્ન થા. અને આ મારા બે કાન આજે બીજાઓના ગુણો, કીર્તિ, પ્રશંસા સાંભળવામાં રસિક બનો. એ દ્વારા સાચા કાન બનો. અને બીજાઓની ભરપૂર લક્ષ્મી, સુખસાહ્યબી, ગુણવૈભવાદિ જોઈને મારી આંખોમાં આનંદ, પ્રસન્નતા ઉત્પન્ન થાઓ. ખરેખર ! આ અસાર સંસારમાં જે જન્મ મળ્યો છે તેનું મુખ્ય ફળ આ પ્રમોદભાવના જ છે. (५६) प्रमोदमासाद्य गुणैः परेषां येषां मतिर्मज्जति साम्यसिन्धौ । देदीप्यते तेषु मनःप्रसादो गुणास्तथैते विशदीभवन्ति ॥ અર્થ : બીજાઓના ગુણોને જોઈને જેઓ ખૂબ હર્ષ પામે છે, ઇર્ષ્યા નથી ÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷ +++++++++++++++†††††↓↓↓↓↓÷÷÷÷÷÷÷++++++++ ††††††††††††ittit†† જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (શાન્તસુધારસ) ૧૭૫

Loading...

Page Navigation
1 ... 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194