________________
અર્થ : એ વીતરાગ ભગવંતોના આત્મામાં કર્મના ક્ષયને લીધે ઘણા વિશાળ
ગુણોનો રાશિ પ્રગટ થયેલો છે. એ ગુણોને સ્તવનમાં ગૂંથી લઈ, એ સ્તવનો-સ્તુતિઓ ગાઈ ગાઈને મારા આઠ વર્ણસ્થાનોને પવિત્ર કરું છું. (તાળવું, કંઠ, હોઠ વગેરે). રે ! આ વિશ્વમાં પરમાત્માના સ્તોત્રોની વાણીના રસને જાણનારી એવી જ મારી જીભને હું ધન્ય માનું છું. એ સિવાય ખોટી લોકકથાઓ
કરવામાં વાચાળ બનનારી મારી આ જીભને હું અજ્ઞાની માનું છું. (५२) निर्ग्रन्थास्तेऽपि धन्या गिरिगहनगुहागह्वरान्तर्निविष्टा ।
धर्मध्यानावधाना समरससुहिताः पक्षमासोपवासाः । येऽन्येऽपि ज्ञानवन्तः श्रुतविततधियो दत्तधर्मोपदेशाः ।
शान्ता दान्ता जिताक्षा जगति जिनपतेः शासनं भासयन्ति ।। અર્થ : પેલા નિર્ચન્હો ! પર્વતની ઊંડી ગુફાઓની અંદર બેસી ગયા છે,
ધર્મધ્યાનમાં એકતાન બન્યા છે, સમરસનો આસ્વાદ માણે છે. રે ! પંદર દિવસના, મહિનાના ઉપવાસો કરે છે એમને મારા કોટિ કોટિ વંદન છે ! અને પેલા જ્ઞાની શાસનપ્રભાવકોને શું ભૂલું? કે જેઓ શ્રુતજ્ઞાનથી વિશાળ બુદ્ધિના સ્વામી બન્યા છે અને ભવ્યલોકોને ધર્મોપદેશ આપે છે. શાંત, ઇન્દ્રિયવિજેતા એવા તેઓ વિશ્વમાં પરમાત્માના શાસનને
પ્રકાશિત કરે છે. તેઓ ય ધન્ય છે. (५३) दानं शीलं तपो ये विदघति गृहिणो भावनां भावयन्ति ।
धर्मं धन्याश्चतुर्धा श्रुतसमुपचितश्रद्धयाराधयन्ति । साध्व्यः श्राव्यश्च धन्याः श्रुतविशदधिया शीलमुद्भावयन्त्य
स्तान्सर्वान्मुक्तगर्वाः प्रतिदिनमसकृद्भाग्यभाज: स्तुवन्ति ।। અર્થ : જે શ્રાવકો દાન, શીલ અને તપની આરાધના કરે છે, શુભ
ભાવનાઓ ભાવે છે અને આ રીતે શ્રુતજ્ઞાનથી પુષ્ટ બનેલી દઢશ્રદ્ધા વડે ચાર પ્રકારના ધર્મને આરાધે છે તેઓ પણ ધન્યવાદને પાત્ર છે. તો બીજી બાજુ સાધ્વીઓ અને શ્રાવિકાઓ પણ શ્રુતજ્ઞાનથી
૧૭૪
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧