________________
બુદ્ધિવાળાઓ તરફ આંખમિંચામણા કરવા એ ઉપેક્ષાભાવના છે. ( ३९ ) सर्वत्र मैत्रीमुपकल्पयात्मन्, चिन्त्यो जगत्यत्र न कोऽपि शत्रुः । किनिस्थायिनि जीवितेऽस्मिन् किं खिद्यसे वैरिधिया परस्मिन् ।। અર્થ : આત્મન્ ! તું જગત્ના પ્રત્યેક જીવો પ્રત્યે મૈત્રીભાવને ધારણ કરજે.
આ જગમાં કોઈને પણ તું તારો શત્રુ, તારો દ્વેષી ન માનીશ. અરે ભાઈ ! તારે વળી કેટલા દિવસ જીવવાનું છે ? તો થોડાક જ દિવસ સ્થિર રહેનાર આ નાનકડા માનવભવમાં બીજાઓને શત્રુ માની, એમના ઉપર દ્વેષ કરી તું શા માટે દુઃખી થાય છે ? (४०) सर्वेऽप्यमी बन्धुतयानुभूताः सहस्रशोऽस्मिन् भवता भवाब्धौ । जीवास्ततो बन्धव एव सर्वे, न कोऽपि ते शत्रुरिति प्रतीहि ।। અર્થ : અનાદિકાળથી આ સંસારસમુદ્રમાં ભમતા તે તમામે તમામ જીવોને હજારો વખત તારા પ્રિય ભાઈ તરીકે અનુભવ્યા છે. આજે તને જેના ઉપર દ્વેષ થાય છે તે બધા જીવો હજારો વખત તારા પ્રિય ભાઈ બની ચૂક્યા છે. તો હવે પરમાર્થથી તો આજે પણ તે બધા તારા ભાઈઓ જ છે. કોઈ તારો શત્રુ નથી. આ વાતને તું સ્વીકાર. पितृभ्रातृपितृव्यमातृ-पुत्राङ्गजास्त्रीभगिनीस्नुषात्वम् ।
( ४१ ) सर्वे
जीवाः प्रपन्ना बहुशस्तदेतत्कुटुम्बमेवेति परो न कश्चित् ।। અર્થ : બધા જ જીવો અનેક વાર તારા પિતા, ભાઈ, કાકા, બા, પુત્ર, પુત્રી, પત્ની, બહેન અને પુત્રવધૂ બન્યા છે. તો એનો અર્થ જ એ કે વિશ્વના સર્વ જીવો તારા કુટુંબના જ સભ્યો છે. તારા અત્યંત નજીકના સ્વજનો છે. કોઈ પરજન-પારકો નથી.
(૪૨) ન્દ્રિયાઘા પદન્ત નીવા:, पञ्चेन्द्रियत्वाद्यधिगत्य सम्यक् I बोधं समाराध्य कदा लभन्ते, भूयो भवभ्रान्तिभिया विरामम् ।। અર્થ : મને તો એવા વિચાર આવે છે કે આ નિગોદાદિમાં પડેલા એકેન્દ્રિય વગેરે અનંતા જીવો ક્યારે પંચેન્દ્રિયપણાને પામી, સારી રીતે જિનધર્મની આરાધના કરી આ વારંવાર સંસારમાં ભટક્યા કરવાના ભયથી મુક્તિને પામશે ?
+++†††††††††
|||||||||||||
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (શાન્તસુધારસ)
મ
૧૭૧