Book Title: Jain Shastrona Chuntela Shloko Part 01
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 179
________________ અર્થ : કદાચ તત્ત્વજિજ્ઞાસા થાય પણ એ જિજ્ઞાસા સંતોષનાર તત્ત્વશ્રવણ ઘણું દુર્લભ છે, કેમકે આ ધર્મશાસ્ત્રોનું શ્રવણ તો ગુરુની પાસે જ થાય. એવા ગુરુઓ પણ છે પણ જીવને ખોટી વિકથા વગેરેમાં જ રસ છે. અને એ રસને લીધે એનું મન જાતજાતના વિક્ષેપોથી મલિન હોય છે. પછી શી રીતે એ સદ્ગુરુ પાસે જઈ ધર્મશ્રવણ કરે? (३६) धर्ममाकर्ण्य सम्बुध्य तत्रोद्यमम्, कुर्वतो वैरिवर्गोऽन्तरङ्गः । रागद्वेषश्रमालस्यनिद्रादिको, बाधते निहतसुकृतप्रसङ्गः ।। અર્થ: આગળ વધીને તું સદ્ગુરુ પાસે ધર્મ સાંભળીશ, પ્રતિબોધ પામીશ અને એ ચારિત્રધર્મમાં ઉદ્યમ કરવા કટિબદ્ધ બનીશ પણ તારા કટ્ટર આંતરશત્રુઓ-રાગ, દ્વેષ, થાક, આળસ, ઉંઘ વગેરે તારા સુકૃત કરવાના અવસરે જ તને પરેશાન કરશે. (દા.ત. રાત્રે બે કલાક સ્વાધ્યાય કરવાનો સમય છે. પણ આળસ, ઉંઘ વગેરે એ સુકૃત કરવા નહિ દે.) (३७) चतुरशीतावहो योनिलक्षेष्वियम्, क्व त्वयाकर्णिता धर्मवार्ता । प्रायशो जगति जनता मिथो विवदते, ऋद्धिरसशातगुरुगौरवार्ता ।। અર્થ : ઓ જીવ! તું એક વાતનો તો જવાબ આપ કે, આ ચૌદરાજલોકમાં, ૮૪ લાખ યોનિઓમાં તું અનંતકાળ ભટક્યો છે. શું તને ક્યાંય આ ધર્મની વાતો સાંભળવા મળી છે? અરે, આ જગતમાં ઋદ્ધિગારવ, રસગારવ, શાતાગારવથી દુઃખી થયેલી જનતા કાયમ માટે પરસ્પર વિવાદ-ઝઘડાઓ જ કર્યા કરે છે. એમાં વળી ધર્મવાર્તા તો શી રીતે સાંભળવા મળે ? (३८) मैत्री परेषां हितचिन्तनं यद्भवेत्प्रमोदो गुणपक्षपातः । कारुण्यमार्ताङ्गिरुजां जिहीर्षेत्युपेक्षणं दुष्टधियामुपेक्षा ।। અર્થ : “જગતના સર્વજીવોનું હિત થાઓ એવું ચિંતન એ મૈત્રીભાવના છે. માર્ગાનુસારીથી માંડીને તીર્થકરો, સિદ્ધો સુધીના ગુણવાનોના ગુણોને વિશે પક્ષપાત-અનુરાગ એ પ્રમોદભાવના છે. દુઃખી જીવોના રોગો, દુખો, દોષોને દૂર કરવાની ઈચ્છા એ કરૂણાભાવના છે. દુષ્ટ ૧૭૦ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧

Loading...

Page Navigation
1 ... 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194