________________
અર્થ : આ નિર્દય યમરાજ ! જરાય થાક્યા વિના સતત આ સ્થાવર-જંગમ વિશ્વને, વિશ્વમાં રહેલી વસ્તુઓને કોળીયા બનાવી ખાઈ રહ્યો છે. યમરાજના મોઢામાં પહોંચી ગયેલા કરોડો જડ-ચેતન પદાર્થોને એ ચાવી રહ્યો છે. અને આપણે ? આપણે અત્યારે એના હાથમાં કોળીયા તરીકે પહોંચી ચૂક્યા છીએ. એ યમરાજ આપણને મોઢામાં મૂકે એટલી જ વાર છે. આવી આપણી દશા છે તો શું આપણે બચી શકશું? શું મરણ નહિ પામીએ ? પામશું જ. (५) ये षट्खंडमहीमहीनतरसा निर्जित्य बभ्राजिरे ।
ये च स्वर्गभुजो भुजोर्जितमदा मेदुर्मुदा मेदुरा: । तेऽपि क्रूरकृतान्तवक्त्ररदनैर्निर्दल्यमाना हठा
दत्राणाः शरणाय हा दशदिशः प्रेक्षन्त दीनाननाः ।। અર્થ : પેલા ચક્રવર્તીઓ ! ષખંડની ધરતીને પોતાના અમાપ બળ વડે જીતીને વિશ્વમાં શોભતા હતા. પેલા સ્વર્ગને ભોગવનારા દેવો ! પોતાના બાહુબળના ભારે અભિમાનવાળા તેઓ આનંદથી મસ્ત રહેતા હતા. પણ જ્યારે યમરાજે પોતાના મુખના દાંતો વડે એમને ચાવવાની શરૂઆત કરી કે એ બિચારાઓને બચાવનાર કોઈ ન રહ્યું. રક્ષણ વિનાના એ ચક્રવર્તીઓ અને દેવો ભિખારી જેવા દીન મુખવાળા બની શરણ મેળવવા દશેય દિશાઓમાં જોવા લાગ્યા. (૬) તાવયેવ મવિભ્રમમાળી, તાવડેવ મુળૌરવશાળી | यावदक्षमकृतान्तकटाक्षैनेक्षितो विशरणो नरकीटः || અર્થ : આ બાપડો કીડા જેવો મનુષ્ય ત્યાં સુધી જ અહંકારના વિલાસવાળો અને પોતાના ગુણોના ગૌરવવાળો હોય છે જ્યાં સુધી યમરાજ પોતાના અસહ્ય કટાક્ષો વડે એ શરણહીન કીડાને જોતો નથી. અર્થાત્ મોત સામે આવે એટલે બધી હોંશિયારીઓ ખલાસ થઈ જાય છે. (७) सहित्वा सन्तापानशुचिजननी कुक्षिकुहरे,
ततो जन्म प्राप्य प्रचुरतरकष्टक्रमहतः । सुखाभासैर्यावत्स्पृशति कथमप्यर्तिविरतिं,
जरा तावत्कायं कवलयति मृत्योः सहचरी ।।
**************
૧૬૦
||||||||||||
|÷÷÷÷†††††††††††††††††††††††††
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧