Book Title: Jain Shastrona Chuntela Shloko Part 01
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 173
________________ (१५) यावत्किञ्चिदिवानुभूय तरसा कर्मेह निर्जीर्यते । तावच्चाश्रवंशत्रवोऽनुसमयं सिञ्चन्ति भूयोऽपि तत् । हा कष्टं कथमाश्रवप्रतिभटाः शक्या निरोद्धं मया । संसारादतिभीषणान्मम हहा मुक्तिः कथं भाविनी ।। અર્થ: ઓ ભગવન્! હજી તો હું મારી શક્તિ પ્રમાણે કંઈ ને કંઈ પાપકર્મોને ભોગવી ભોગવીને ખલાસ કરું ત્યાં તો બીજી બાજુ આશ્રવકર્મબંધના કારણો-વિષયકષાયાદિ પ્રત્યેક સમયે બીજા અનંતા કર્મો મારા આત્મામાં નાંખતા જ જાય છે. ઓ પ્રભો! કહો તો ખરા ! આ આશ્રવરૂપી શત્રુસૈનિકોને મારે શી રીતે અટકાવવા? અને જો એ નહિ અટકે તો પછી આ અતિભયંકર સંસારમાંથી મારો મોક્ષ શી રીતે થશે? (१६) यस्य प्रभावादिह पुष्पदन्तौ, विधोपकाराय सदोदयेते । ग्रीष्मोष्मभीष्मामुदितस्तडित्वान्, काले समाश्वासयति क्षितिं च ।। અર્થ : ચારિત્રધર્મના પ્રભાવથી જ આ જગતમાં વિશ્વના જીવો ઉપર ઉપકાર કરવા માટે રોજ સૂર્ય-ચંદ્ર ઉદય પામે છે. અરે, આ આકાશમાં આવી ગયેલા વાદળો ઉનાળાની ભયંકર ગરમીથી ધગી ઉઠેલી ધરતીને પાણી વરસાવીને શીતળ બનાવવાનું જે કામ કરે છે એ પણ ચારિત્રધર્મનો જ પ્રભાવ છે ! (१७) उल्लोलकल्लोलकलाविलासैर्न प्लावयत्यम्बुनिधिः क्षितिं यत् । न घ्नन्ति यद्व्याघ्रमरुद्दवाद्या, धर्मस्य सर्वोऽप्यनुभाव एषः ।। અર્થ : ઊંચા ઉછળતા મોજાઓના વિલાસો વડે સમુદ્ર આ ધરતીને ડુબાડી નથી દેતો એ પણ ચારિત્રધર્મનો જ પ્રભાવ છે. આ જંગલી પશુઓ, વંટોળીયાઓ, દાવાનળો સમગ્ર વિશ્વનો નાશ નથી કરી દેતા એ પણ ચારિત્રધર્મનો જ સઘળો પ્રભાવ છે. (૧૮) यस्मिन्नैव पिता हिताय यतते, भ्राता च माता सुतः । सैन्यं दैन्यमुपैति चापचपलम्, यत्राऽफलं दोर्बलम् । तस्मिन् कष्टदशाविपाकसमये, धर्मस्तु संवर्मितः । सज्जः सज्जन एष सर्वजगतस्त्राणाय बद्धोद्यमः ।। જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧ ૧૬૪

Loading...

Page Navigation
1 ... 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194