Book Title: Jain Shastrona Chuntela Shloko Part 01
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 172
________________ બનાવ્યો. એનાથી તે પુષ્કળ કર્મપુદ્ગલો બાંધ્યા. અને એ ય પારકા કર્મોએ તારી આ દશા કરી. શું તું આ બધું જ ભૂલી ગયો? અને ભૂલીને પાછો એ જ પુદ્ગલોમાં રાણ કરે છે ? એમાં મૂઢ બને છે. ઓ મૂઢ! એ વિષયસુખોનું સેવન કરતા તને શરમ નથી આવતી ? (१३) स्नायं स्नायं पुनरपि पुनः स्नान्ति शुद्धाभिरद्भिर्वारं वारं बत मलतनुं चन्दनैरर्चयन्ते । मूढात्मानो वयमपमला प्रीतिमित्याश्रयन्ते नो शुध्यन्ते कथमवकरः शक्यते शोधुमेवम् ।। અર્થ : બિચારા મૂઢ જીવો ! શુદ્ધ પાણી વડે નાહીને ય વારંવાર સ્નાન કરે છે. મેલા શરીરને નવડાવે છે. ત્યારબાદ ચંદન અને અત્તરના વિલેપન કરે છે. કરૂણાપાત્ર એ જીવો એમ સમજે છે કે, ‘અમે મેલ વિનાના શુદ્ધ બની ગયા’ અને એમ માની આનંદિત થાય છે. હકીકત એ છે કે તેઓ ક્યારેય શુદ્ધ બનતા જ નથી. શરીર એકલી ગંદકીથી ભરેલું જ છે. બહાર પણ ૯/૧૨ દ્વારોથી ગંદકી નીકળ્યા જ કરે છે. આ મૂઢ લોકોને કોણ સમજાવે કે, ઉકરડો શુદ્ધ કરવો શી રીતે શક્ય બને ? (१४) यदीयसंसर्गमवाप्य सद्यो भवेच्छुचीनामशुचित्वमुच्चैः । अमेध्ययोनेर्वपुषोऽस्य शौचसङ्कल्पमोहोऽयमहो महीयान् ।। અર્થ : આ શરીરની વિચિત્રતા તો જુઓ ! જે જે પવિત્ર વસ્તુઓ આ શરીરના સંસર્ગમાં આવે છે તે બધી જ વસ્તુઓ અશુચિ-અપવિત્ર બની જાય છે. ૩૨ પકવાનો શરીરનો સંબંધ પામી વિષ્ઠા અને ઉલ્ટી બને છે. અત્તર પરસેવા સાથે ભળી છેવટે દુર્ગંધી બને છે. પીધેલા દૂધપાક, સરબત મૂત્ર અને પરસેવો બને છે. અરેરે ! આ શરીર તો ગંદકીઓનું જ ઉત્પત્તિસ્થાન છે. આ શરીરને પવિત્ર માનવું, આ શરીરને પવિત્ર કરવાનો સંકલ્પ કરવો એ તો ઘણું મોટું અજ્ઞાન છે. ++++++++++++÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷1 જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (શાન્તસુધારસ) ++++†††††††††††††††††††♪♪||÷÷÷÷÷÷÷÷÷†††††† ૧૬૩

Loading...

Page Navigation
1 ... 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194