________________
અર્થ: ઓ જીવ ! તું તારા જન્મથી માંડીને મરણ સુધીના જીવનનું સરવૈયું
તો કાઢ. સૌ પ્રથમ તો તે વિષ્ઠાથી ભરેલી માતાની કુણિરૂપી ગુફામાં ઊંધે માથે લટકીને પુષ્કળ સંતાપ સહન કર્યો. ત્યારબાદ પુષ્કળ કષ્ટોને વેઠી, હેરાન-પરેશાન થઈ તું જન્મ પામ્યો. હવે ખાવાપીવા, સ્ત્રી વગેરે રૂપ આભાસિક સુખો વડે જ્યાં તું માંડ માંડ દુઃખોને દૂર કરી રહ્યો છે ત્યાં તો મૃત્યુની બહેનપણી જરા-ઘડપણ જ તારા
શરીરને કોળીયો બનાવી ગળી જશે. તું શું પામ્યો? (૮) વન વિમા સુર્વમવનું, સંતરંથ સાવ રે
विप्रलम्भयति शिशुमिव जनम्, कालबटुकोऽयमत्रैव रे ।। અર્થ: આ કાળબટુક ખરેખર મોટો ઠગ છે ! એ કાળ જીવને કંઈક ધન,
સ્ત્રી, પુત્રાદિ સુખવૈભવને દેખાડે છે. જીવ એમાં લોભાય છે. અને એ હજી સુખને ભોગવે-ન ભોગવે ત્યાં તો કાળ અચાનક જ એ વૈભવને પાછો ખેંચી લે છે. મોટાઓ જેમ છોકરાને લોભાવીને ઠગે
એમ આ કાળ લોકોને ઠગી રહ્યો છે. (3) કૃતિનાં સ્થિતિ ચિન્તન, પારેવું યથા વિપત્ત !
विविधार्तिभयावहं तथा, परभावेषु ममत्वभावनम् ।। અર્થ: સજ્જનો જો પારકાની પત્નીઓને વિશે “આ મારી પત્ની છે એવો
વિચાર પણ કરે તો એમને ઘણી મુશ્કેલીઓ વેઠવાનો વખત આવે. તો જેમ બીજાની પત્ની એ પારકી હોવાથી વિપત્તિકારક છે તેમ આત્મા માટે તો જગતના સર્વપદાર્થો પારકા છે. એ પારકા પદાર્થોમાં મમત્વભાવના-આ મારું ઘર, મારા પિતા, મારી માતા... એ વિચારો જાતજાતના દુઃખો અને ભયોને નોંતરનારા છે. માટે ક્યાંય
મમતા ન કરવી. (१०) परः प्रविष्टः कुरुते विनाशम्, लोकोक्तिरेषा न मृषेति मन्ये ।
निर्विश्य कर्माणुभिरस्य किं किं ज्ञानात्मनो नो समपादि कष्टम् ? અર્થ : એવી એક લોકવાયકા છે કે, “પારકો કોઈ માણસ ઘરમાં પેસી જાય
તો એ ઘરનું નખ્ખોદ કાઢે.” જો કે આ તો લોકવાયકા છે. પણ મને
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (શાન્ત સુધારસ)
૧૬૧