Book Title: Jain Shastrona Chuntela Shloko Part 01
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 171
________________ તો લાગે છે કે આ વાત ખોટી નથી, કેમકે મને એનો સાક્ષાત્ અનુભવ થયો છે. જુઓને ! આ પારકા કર્મપુદ્ગલોએ મારા અનંતજ્ઞાની આત્મગૃહમાં પ્રવેશ કરી બિચારા એ આત્માને કયા કયા કષ્ટો નથી આપ્યા ? કર્મોએ આત્માના ઘરમાં ઘૂસી એ આત્માને અધમુઓ કરી નાંખ્યો. (११) यस्मै त्वं यतसे बिभेषि च यतो यत्रानिशं मोदसे । यद्यच्छोचसि यद्यदिच्छसि हृदा यत्प्राप्य पेप्रीयसे । स्निग्धो येषु निजस्वभावममलं निर्लोठ्य लालप्यसे । तत्सर्वं परकीयमेव भगवन्नात्मन्न किञ्चित्तव || ', અર્થ : ચેતન ! તું જે શિષ્ય, ઉપધિ, ભોજનાદિ મેળવવાને માટે પુષ્કળ પ્રયત્નો કરે છે. જે સાપ વગેરેથી ખૂબ ભય પામે છે. જે અનુકૂળ ભોજન, સંથારાદિમાં તું આનંદ માણે છે. જે અનુકૂળ વસ્તુઓ ન મળવાથી તું એને માટે શોક કરે છે. જે ઇષ્ટવસ્તુઓને તું સતત ઝંખે છે. જે વસ્તુઓને પામીને તું ખૂબ ખૂબ રાજી થાય છે. જે વિષયસુખોમાં સ્નેહ કરીને તું તારા જ નિર્મળ સ્વભાવને પણ બાજુ ૫૨ મૂકી ગમે તેમ બોલ બોલ કરે છે એ શિષ્યો, ઉપધિ, ભોજન, સર્પ, વિષયસુખો વગેરે વગેરે બધું જ પારકું છે. ઓ ભગવન્ ! આત્મન્ ! એમાં મારું તો કંઈ જ નથી. (१२) दुष्टाः कष्टकदर्थनाः कति न ताः सोढास्त्वया संसृतौ । तिर्यङनारकयोनिषु प्रतिहतश्छिन्नो विभिन्नो मुहुः । सर्वं तत्परकीयदुर्विलसितं विस्मृत्य तेष्वेव हा । रज्यन्मुह्यसि मूढ ! तानुपचरन्नात्मन्न किं लज्जसे ।। અર્થ : આત્મન્ ! તું એ તો વિચાર કે આ સંસારમાં તે કેટલા દુષ્ટ કષ્ટો, કેટલી દુષ્ટ કદર્થનાઓ સહન નથી કરી ? બધું જ સહ્યું છે. તિર્યંચ અને નારકની યોનિઓમાં તો તું અનંતીવાર છેદાયો છે, ભેદાયો છે, હણાયો છે. એ બધું જ એકમાત્ર પરપુદ્ગલોનું જ કારસ્તાન છે. એ ભોજન, સ્ત્રી વગેરે પારકા પુદ્ગલોએ તને આસક્ત ÷††††††††¦¦÷÷÷÷÷÷÷÷÷÷÷÷///////////÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧ ૧૬૨

Loading...

Page Navigation
1 ... 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194