Book Title: Jain Shastrona Chuntela Shloko Part 01
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 174
________________ : અર્થ : જીવનમાં એવી કોઈ જોરદાર આફતો, મુશ્કેલીઓ આવી પડે કે જેમાં સગો બાપ પણ આપણા હિત માટે પ્રયત્ન ન કરે. ભાઈ, દીકરો કે બા પણ આપણું હિત ન કરી શકે. કદાચ આપણે રાજા હોઈએ તો ય એ મુશ્કેલીમાં આપણું સૈન્ય પણ દીન બની જાય. આપણું બાહુબળ ઈન્દ્રધનુષ્યના જેવું ચંચળ, નિષ્ફળ બની જાય. એવી અતિભયંકર આફતના સમયે કોણ બચાવે ? હા ! એ વખતે આ આરાધેલો ચારિત્રધર્મ જ આપણી રક્ષા કરે. જાણે કે એ ધર્મરાજ બાર પહેરી આપણી રક્ષા કરવા માટે સજ્જ બની જાય. અરે, એ ધર્મરાજ તો આખા વિશ્વનું રક્ષણ કરવા માટે ઉદ્યમશાળી સજ્જન પુરુષ છે. (१९) प्राज्यं राज्यं सुभगदयिता, नन्दना नन्दनानाम् । रम्यं रूपं सरसकविताचातुरी सुस्वरत्वम् । नीरोगत्वं गुणपरिचयः, सज्जनत्वं सुबुद्धिम् । किं नु ब्रूमः फलपरिणतिम्, धर्मकल्पद्रुमस्य ।। અર્થ : : આ ચારિત્રધર્મ તો કલ્પવૃક્ષ છે. એના ફળોનું તો અમે શું વર્ણન કરીએ ઃ (૧) વિશાળ રાજ્ય, (૨) સૌભાગ્યવંતી પત્ની, (૩) દીકરાઓને ત્યાં પણ દીકરાઓ, (૪) મનોહર રૂપ, (૫) સુંદર કવિતાઓ રચવાની ચતુરાઈ, (૬) કર્ણપ્રિય બને એવો મધુર સ્વર, (૭) નીરોગી શરીર, (૮) આત્મગુણોનો પરિચય-અભ્યાસ, (૯) સજ્જનતા, (૧૦) સત્બુદ્ધિ આ બધા ચારિત્રધર્મના ફળો છે. (२०) पालय पालय रे पालय मां जिनधर्म । मङ्गलकमलाकेलिनिकेतन, करुणाकेतन धीर । शिवसुखसाधन भवभयबाधन, जगदाधार गम्भीर, पाल० ।। અર્થ : ઓ જિનધર્મ ! ઓ ચારિત્રધર્મ ! તું મારી રક્ષા કર, રક્ષા કર, રક્ષા કર. તમામ મંગલોરૂપી લક્ષ્મીનું ક્રીડાગૃહ ! કરૂણાનું ઘર ! ધીર ! શિવસુખનું સાધન ! સંસારના ભયોનો નાશક ! જગત્ને માટે આધાર ! ગંભીર ! હે જિનધર્મ ! તું મારી રક્ષા કર. *****~*~**~**~************* જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (શાન્તસુધારસ) +††††††¡¡¡÷÷÷÷÷|÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷†††† ૧૬૫

Loading...

Page Navigation
1 ... 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194