Book Title: Jain Shastrona Chuntela Shloko Part 01
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 168
________________ શાસ્તસુધારસ (१) यदि भवभ्रमखेदपराङ्मुखम्, यदि च चित्तमनन्तसुखोन्मुखम् । श्रृणुत तत्सुधियः शुभभावनाऽमृतरसं मम शान्तसुधारसम् ।। અર્થ : રે આત્મન્ ! અનંતકાળથી આ સંસારમાં ભટકી ભટકીને તને ખૂબ થાક લાગ્યો હશે જ. શું તું એ થાકથી ત્રાસ્યો છે? શું તારું મન અનંત સુખની પ્રાપ્તિ માટે ઉત્સુક બન્યું છે ? જો હા, તો પછી ઓ બુદ્ધિમાન્! તું શુભ ભાવનાઓ રૂપી અમૃતરસથી ભરેલા મારા શાન્ત સુધારસ ગ્રન્થને સાંભળ. (२) सुखमनुत्तरसुरावधि यदतिमेदुरम्, कालतस्तदपि कलयति विरामम् । कतरदितरत्तदा वस्तु सांसारिकम्, स्थिरतरं भवति चिन्तय निकामम् ।। અર્થ : અહો ! પેલા અનુત્તરવાસી દેવોનું સુખ ! ૩૩ સાગરોપમ સુધી ટકનારું ! કેટલું બધું મનોહર ! પણ બિચારું એ સુખ પણ ૩૩ સાગરોપમને અંતે વિરામ પામે છે, નષ્ટ થાય છે. તો પછી આત્મન્ ! તું ખૂબ સારી રીતે વિચાર કે આવું ૩૩ સાગરોપમ જેટલો વિશાળ કાળ ટકનાર સુખ પણ જો અસ્થિર હોય તો સંસારની બીજી કઈ વસ્તુ વધારે સ્થિર હોઈ શકે ? બધું જ અનિત્ય છે. (३) यैः समं क्रीडिता ये च भृशमीडिताः यैः सहाकृष्महि प्रीतिवादम् । तान् जनान् वीक्ष्य बत भस्मभूयंगतानिर्विशङ्काः स्म इति धिक प्रमादम् ।। અર્થ : ચેતન ! જે મિત્રો, ભાઈઓ સાથે બાળપણમાં તું રમતો હતો, જે માતા-પિતા, કલાચાર્ય, વડીલોની તેં પૂજા-ભક્તિ ખૂબ કરી હતી, જે સ્વજનાદિની સાથે તું મીઠી, સ્નેહભરપૂર વાતો કરતો હતો એવા કેટલાય મિત્રો વગેરેને તેં તારી આંખ સામે શ્મશાનની ભડભડ બળતી આગમાં રાખ બનતા જોયા છે. શું આ જોયા પછી પણ તારી આંખ ઉઘડતી નથી? તને તારા મોતનો ડર લાગતો નથી? ખરેખર, તારા આ પ્રમાદને કરોડો ધિક્કાર હો ! (૪). कवलयन्नविरतं जङ्गमाजङ्गमम् जगदहो नैव तृप्यति कृतान्तः । मुखगतान् खादतस्तस्य करतलगतैर्न कथमुपलप्स्यतेऽस्माभिरन्तः ।। જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (શાન્તસુધારસ) ૧૫૯

Loading...

Page Navigation
1 ... 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194