________________
(४५) स्थानोर्णालम्बनतदन्ययोगपरिभावनं सम्यक् ।
परतत्त्वयोजनमलं योगाभ्यास इति तत्त्वविदः ।। અર્થ : પ્રતિક્રમણાદિ સર્વ ક્રિયાઓમાં (૧) યોગમુદ્રા, જિનમુદ્રાદિ બધી
મુદ્રાઓ સાચવે. (સ્થાન) (૨) સૂત્રોનો ઉચ્ચાર સ્પષ્ટ, શાસ્ત્રીય વિધિ મુજબ કરે. (ઉણ) (૩) એના અર્થમાં ઉપયોગ રાખે. (૪) તે તે સૂત્રોના આલંબનભૂત અરિહંતાદિમાં ઉપયોગ રાખે. (૫) છેલ્લે આલંબન પણ છોડી એકાકાર બની જાય. આ પાંચ પ્રકારના યોગોનું સારી રીતે સેવન ઝડપથી મોક્ષને આપનાર છે. અને આ જ
યોગાભ્યાસ કહેવાય છે. (४६) विहितानुष्ठानपरस्य तत्त्वतो योगशुद्धिसचिवस्य ।
भिक्षाटनादि सर्च परार्थकरणं यते यम् ।। અર્થ: જે સાધુ પરમાત્માએ બતાવેલા સાધુજીવનને ઉચિત અનુષ્ઠાનમાં
લીન બની ગયો હોય, જેના મન-વચન-કાયાના યોગો શુદ્ધ હોય એ સાધુની ભિક્ષાટન, વિહાર, ચંડિલભૂમિગમન, લોચાદિ તમામ
ક્રિયાઓ પરાર્થકરણ જ જાણવું. (४७) सर्वत्रानाकुलता यतिभावाव्ययपरा समासेन ।
कालादिग्रहणविधौ क्रियेतिकर्त्तव्यता भवति ।। અર્થ : ચાલવું, ખાવું, પ્રતિક્રમણાદિ તમામે તમામ ક્રિયાઓમાં બિલકુલ
ઉતાવળ ન કરે અને એને લીધે જે સમભાવરૂપી સાધુતા છે એનો લેશ પણ વ્યાઘાત ન થાય. તથા કાલગ્રહણાદિની વિધિમાં પ્રવૃત્તિ કરે એ
ઈતિકર્તવ્યતા કહેવાય. (४८) इति चेष्टावत उच्चैर्विशुद्धभावस्य सद्यतेः क्षिप्रम् ।
मैत्रीकरुणामुदितोपेक्षाः किल सिद्धिमुपयान्ति ।। અર્થ : આ પ્રમાણે ગુરુવિનયાદિ પાંચ પ્રકારની ચેષ્ટાઓને જે સાધુ સારી
રીતે આચરે, વિશુદ્ધ ભાવવાળા એવા તે સાધુના આત્મામાં ખૂબ ઝડપથી મૈત્રી, પ્રમોદ, કરૂણા અને માધ્યશ્મ એ ચાર ભાવનાઓ સિદ્ધ થાય છે.
૧૫૬
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧