________________
કેન્સરવાળો જાણવો. (ગુરુ વિગઈની ભયંકરતા વર્ણવે તે વખતે તો શિષ્યને થાય જ કે, “મારે આ બધું છોડી દેવું જોઈએ.” પણ એટલું પણ
ન થાય તો એ અચિકિત્સ્ય બને.) (३८) नैवंविधस्य शस्तं मण्डल्युपवेशनप्रदानमपि ।
कुर्वन्नेतद् गुरुरपि तदधिकदोषोऽवगन्तव्यः ।। અર્થ: આવા પ્રકારના અપાત્ર આત્માને સૂત્રમાંડલી કે અર્થમાંડલીમાં
બેસવાની પણ રજા આપવી એ યોગ્ય નથી. જે ગુરુ આવા અપાત્રોને પણ સૂત્રમાંડલી વગેરેમાં બેસવાની રજા આપે છે એ ગુરુ એ અપાત્ર શિષ્ય કરતા પણ વધારે ગુન્હેગાર બને છે.
() યોજાનાશિવાળવ્ય સનાં મતે રીતિ .
सा ज्ञानिनो नियोगाद् यथोदितस्यैव साध्वीति ।। અર્થ: “દી એટલે વિશ્વને કલ્યાણનું દાન, “ક્ષા એટલે આત્માના દોષોનો,
આપત્તિઓનો ક્ષય. જે દીક્ષા જગતને કલ્યાણનું દાન કરે અને આત્માના દોષાદિનો ક્ષય કરે તે જ દીક્ષા સજ્જનોને માન્ય છે. આવી
જિનેશ્વરોએ કહેલી વાસ્તવિક દીક્ષા તો જ્ઞાનીની પાસે જ હોય. (४०) यो निरनुबन्धदोषाच्छ्राद्धोऽनाभोगवान् वृजिनभीरुः ।
गुरुभक्तो ग्रहरहितः सोऽपि ज्ञान्येव तत्फलतः ।। અર્થ : 'તો પછી જ્ઞાની ન બનેલા, અભણ, મંદબુદ્ધિવાળાઓ પાસે સાચી
દીક્ષા નહિ ને? એનો ઉત્તર આપે છે કે, અજ્ઞાની, અલ્પજ્ઞાની એવા પણ જે આત્માના દોષો અનુબંધ વિનાના થઈ ગયા હોય અને માટે જે શ્રદ્ધાવાળો બનેલો હોય, જેને માત્ર તીવ્ર બુદ્ધિના અભાવને લીધે જ શાસ્ત્રોના ગૂઢ પદાર્થોનું જ્ઞાન ન હોય. (નહિ કે મિથ્યાત્વના ઉદયથી, ભણવા છતાં એમાં શ્રદ્ધા ન બેસવાથી. અજ્ઞાની અનાભોગવાનું) જે પાપભીરું હોય, ગુરુનો ભક્ત હોય, કદાગ્રહ વિનાનો હોય તે પણ ખરેખર તો જ્ઞાની જ કહેવાય, કેમકે જ્ઞાનીને જે ફળ મળે એ જ આને પણ મળે અને એટલે આવા જ્ઞાની આત્માને પણ સાચી દીક્ષા હોય.
૧૫૪
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧