________________
અર્થ : આ ચાર પાપવિકારો બુદ્ધિમાન, ધર્મવાનું આ આત્માને ક્યારેય
હોતા નથી. ઉલ્યું, એનામાં રહેલા ધર્મના પ્રભાવથી એ જીવમાં મૈત્રી, પ્રમોદ, કરૂણા અને માધ્યચ્ય એ ચાર ગુણો ઉત્પન્ન થાય છે.
(३५) येषामेषा (अविधिसेवा) तेषामागमवचनं न परिणतं सम्यक् ।
अमृतरसास्वादज्ञः को नाम विषे प्रवर्तेत ? ।। અર્થ : જે જીવો અવિધિનું સેવન કરે છે તેઓ ભલે ગમે એટલો આગમનો
બોધ ધરાવતા હોય તો ય એ આગમવચનો એમને સમ્યફ પરિણમ્યા નથી જ. સાવ સરળ વાત છે કે, અમૃતરસના આસ્વાદને માણ્યા બાદ કોણ વળી ઝેર પીવા જાય ? એમ આગમવચનોને સમ્યફ પરિણમાવી ચૂકેલો આત્મા અવિધિનું સેવન ન કરે.
(३६) उदकपयोऽमृतकल्पं पुंसां सज्ज्ञानमेवमाख्यातम् ।
विधियत्नवत्तु गुरुभिर्विषयतृडपहारि नियमेन ।। અર્થ: શ્રુતજ્ઞાન એ પાણી જેવું છે. તરસ છિપાવે પણ ભૂખ ન મટાડે.
ચિન્તાજ્ઞાન એ દૂધ જેવું છે. ભૂખ મટાડે પણ મોત ન મટાડે. જ્યારે ભાવનાજ્ઞાન એ અમૃત જેવું છે. મોત પણ મટાડી દે. ગુરુજનો કહે છે કે. આ ત્રણેય જ્ઞાન અવશ્ય વિધિમાં યત્ન કરાવે. અર્થાત જે સાચો શ્રુતજ્ઞાની, ચિન્તાજ્ઞાની કે ભાવનાજ્ઞાની હોય તે પોતાના જ્ઞાનથી જણાયેલી વિધિમાં યત્ન કરે જ. અને આ જ્ઞાન વિષયસુખોની
તૃષ્ણાને હરણ કરી લેનાર છે. (३७) श्रृण्वन्नपि सिद्धान्तं विषयपिपासातिरेकतः पापः ।
प्राप्नोति न संवेगं तदाऽपि यः सोऽचिकित्स्य इति ।। અર્થ : ગુરુ જ્યારે વૈરાગ્યનો ઉપદેશ આપતા હોય, સિદ્ધાન્તનું વર્ણન કરતા
હોય એ વખતે જે પાપી શિષ્ય સિદ્ધાન્ત સાંભળતો હોવા છતાં એ સાંભળતી વખતે પણ સંવેગને ન પામે એ અચિકિત્સ્ય-ત્રીજા સ્ટેજના
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (ષોડશક).
૧૫૩