________________
કરવાના જ. એનાથી તે લોકોમાં આવતા ભવમાં જૈનધર્મની પ્રાપ્તિનું બીજ પડી જાય. અને એ બીજાધાન દ્વારા આ શુદ્ધ લોકપ્રિયતા અત્યંતપણે ધર્મસિદ્ધિના ફળને આપનાર બને છે.
(२८) आरोग्ये सति यद्वद् व्याधिविकारा भवन्ति नो पुंसाम् । तद्वद्धर्मारोग्ये पापविकारा अपि ज्ञेयाः ।।
અર્થ : (ધર્મની સિદ્ધિ થઈ ગઈ હોય તો ઉદારતાદિ ગુણો પ્રગટે એ વાત કર્યા પછી, ધર્મસિદ્ધિ થઈ ગયા પછી કયા દોષો કેમ ન હોય એ બતાવવા કહે છે કે) જેમ આરોગ્યની પ્રાપ્તિ થયા બાદ જ્વર વગેરે વ્યાધિથી ઉત્પન્ન થનારા ધ્રુજારી, માથાનો દુઃખાવો વગેરે વિકારો ન થાય એમ ધર્મરૂપી આરોગ્ય પ્રાપ્ત થયા પછી જીવને પાપ-વિકારો પણ ન થાય.
(२९) तत्रास्य विषयतृष्णा प्रभवत्युच्चैर्न दृष्टिसम्मोहः । अरुचिर्न धर्मपथ्ये न च पापा क्रोधकण्डूतिः ।।
અર્થ : એ ધર્મસિદ્ધિવાળા જીવમાં આટલા પાપવિકારો ન હોય. (૧) વિષયતૃષ્ણા, (૨) દૃષ્ટિસંમોહ, (૩) ધર્મમાં અરૂચિ, (૪) ક્રોધની
ખંજવાળ.
(३०) गम्यागम्यविभागं त्यक्त्वा सर्वत्र वर्तते जन्तुः । विषयेष्ववितृप्तात्मा यतो भृशं विषयतृष्णेयम् ।।
અર્થ : વિષયતૃષ્ણા : સ્વસ્ત્રી, અનાજ, દૂધ વગેરે ગમ્ય છે જ્યારે પરસ્ત્રી, માંસ વગેરે અગમ્ય છે. પણ વિષયસુખોમાં અતૃપ્ત એવો જે આત્મા આ ગમ્ય-અગમ્યનો વિભાગ બાજુ પર મૂકી બધાયનું સેવન કરે તો એ વિષયતૃષ્ણા કહેવાય. (વિષયાસક્તિ હોવા છતાં નિર્દોષ વાપરવું, દોષિત ન જ લેવું ઇત્યાદિ કટ્ટરતા હોય તો સાધુઓ વિષયતૃષ્ણારહિત ગણાય. પણ સાધુઓ માટે અગમ્ય એવી દોષિત ગોચરી, વિજાતીયપરિચયાદિ જેઓ કરે તેઓ વિષયતૃષ્ણાવાળા ગણાય. તેમનામાં ધર્મસિદ્ધિ માની ન શકાય.)
(३१) गुणतस्तुल्ये तत्त्वे संज्ञाभेदागमान्यथादृष्टिः ।
भवति यतोऽसावधमो दोषः खलु दृष्टिसंमोहः ।।
***+++++
નનનનન
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (ષોડશક)
*********************llllllllllll
૧૫૧