________________
(४१) व्याध्यभिभूतो यद्वन्निर्विण्णस्तेन तकियां कत्मात् ।
सम्यक्करोति तद्वद्दीक्षित इह साधुसच्चेष्टा ना અર્થ : મોટા રોગોથી હેરાન-પરેશાન થયેલો અને માટે જ ખૂબ કંટાળી
ગયેલો રોગી જેમ વૈદ્ય કહેલી એ રોગ મટાડવાની બધી જ ક્રિયાઓ એકદમ પ્રયત્નપૂર્વક કરે છે, પ્રમાદ નથી કરતો એમ સંસારરોગથી હેરાન થયેલો, કંટાળેલો દીક્ષિત આત્મા પણ સાધુજીવન સંબંધી શુભ ચેષ્ટાઓ અવશ્ય સારી રીતે કરે.
(४२) गुरुविनयः स्वाध्यायो योगाभ्यासः परार्थकरणं च ।
इतिकर्तव्यतया सह विज्ञेया साधुसच्चेष्टा ।। અર્થ: દીક્ષિત સાધુએ પાંચ શુભ ચેષ્ટાઓ આચરવાની છેઃ (૧) ગુરુવિનય,
(૨) સ્વાધ્યાય, (૩) યોગાભ્યાસ, (૪) પરાર્થકરણ, (૫)
ઈતિકર્તવ્યતા. (४३) औचित्याद् गुरुवृत्तिर्बहुमानस्तत्कृतज्ञताचित्तम् ।
आज्ञायोगस्तत्सत्यकरणता चेति गुरुविनयः ।। અર્થ : ગુરુવિનય ઃ (૧) ઔચિત્યપૂર્વક ગુરુની ભરપૂર સેવા કરવા દ્વારા
સૂચિત થતો ગુરુ ઉપર અસીમ બહુમાનભાવ. (૨) “ગુરુએ મારા ઉપર કેવા કેવા ઉપકારો કરેલા છે એને બરાબર જાણતો-સમજતો હોય. ગુરુના ઉપકારોને ભૂલી ન જાય. (૩) ગુરુની આજ્ઞાનો ક્યારેય અસ્વીકાર ન કરે. સહર્ષ સ્વીકારે. (૪) એટલું જ નહિ, બરાબર એ
આજ્ઞાનું પાલન કરે. આ ચાર વસ્તુ હોય તો ગુરુવિનય કહેવાય. (४४) यत्तु खलु वाचनादेरासेवनमत्र भवति विधिपूर्वम् ।
धर्मकथान्तं क्रमशस्तत्स्वाध्यायो विनिर्दिष्टः ।। અર્થ : વિધિપૂર્વક ક્રમશઃ જે વાચના, પૃચ્છના, પરાવર્તન, અનુપ્રેક્ષા અને
ધર્મકથા એ પાંચ પ્રકારના સ્વાધ્યાયનું આસેવન કરવામાં આવે તે સ્વાધ્યાય કહેવાયેલો છે.
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (ષોડશક)
૧૫૫