________________
દાક્ષિણ્ય, (૩) પાપજુગુપ્સા, (૪) નિર્મળ બોધ, (૫) પ્રાયઃ
લોકપ્રિયતા. (ર૪) મૌવાર્ય રાખ્યત્યા કિનારાનહમ્ |
गुरुदीनादिष्वौचित्त्यवृत्ति कार्येतदत्यन्तम् ।। અર્થ: કંજુસાઈ છોડી દઈને જે ચિત્તની વિશાળતા કેળવવી એ ઉદારતા છે.
આ ઉદારતા હોય તો એ જીવ માતા-પિતા, વિદ્યાદાતા, ધર્મગુરુ વગેરે ગુરુજનોને વિશે અને દીન, અનાથ વગેરેને વિશે અત્યન્તપણે
ઔચિત્યનું સેવન કરે. અર્થાત્ જ્યારે જ્યાં જે આપવું પડે તે આપી દે. એમાં કંજુસાઈ ન રાખે, કંજુસાઈ ચાર પ્રકારે થાય. (૧) પૈસા, વસ્ત્રાદિ ન આપી શકે એ દ્રવ્યથી, (૨) ગુર, દીનાદિને ઉચિત સ્થાન ન આપી શકે એ ક્ષેત્રથી, (૩) તેઓ માટે પોતાનો ઉચિત સમય ન
ફાળવે એ કાળથી (૪) સંકુચિતભાવ રાખે એ ભાવથી કંજુસાઈ) (२५) पापजुगुप्सा तु तथा सम्यक्परिशुद्धचेतसा सततम् ।
पापोद्वेगोऽकरणं तदचिन्ता चेत्यनुक्रमतः ।। અર્થ : પાપજુગુપ્સાના ત્રણ વિભાગ છે. (૧) સમ્યમ્ શુદ્ધ મનથી સતત
જીવનમાં થઈ ગયેલા પાપો બદલ ભારોભાર ઉદ્વેગ, ખેદ, દુઃખની લાગણી. (ર) વર્તમાનમાં ફરીથી એ પાપો ન કરવા. (૩)
ભવિષ્યમાં “આ પાપ હું કરીશ.” એવો વિચાર સુદ્ધા ન કરવો. (२६) निर्मलबोधोऽप्येवं शुश्रूषाभावसंभवो ज्ञेयः ।
शमगर्भशास्त्रयोगात् श्रुतचिन्ताभावनासारः ।। અર્થ : આત્મામાં તત્ત્વશ્રવણની તીવ્ર ઈચ્છા પડી હોય અને સમભાવપ્રધાન
એવા શાસ્ત્રોના વાંચન, શ્રવણથી જે બોધ થાય એ નિર્મલબોધ કહેવાય. એ ત્રણ પ્રકારનો હોઈ શકે. (૧) શ્રુતજ્ઞાન, (૨)
ચિન્તાજ્ઞાન, (૩) ભાવનાજ્ઞાન. (જીવનમાં ઉતરી ગયેલું જ્ઞાન.) (२७) युक्तं जनप्रियत्वं शुद्धं तद्धर्मसिद्धिफलदमलम् ।
धर्मप्रशंसनादे/जाधानादिभावेन ।। અર્થ : લોકપ્રિયતા એ યોગ્ય જ છે, એ કંઈ ખરાબ વસ્તુ નથી, કેમકે ધર્મી
માણસ જો લોકપ્રિય હોય તો લોકો એના ધર્મકાર્યની પ્રશંસા વગેરે
૧૫૦
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧