Book Title: Jain Shastrona Chuntela Shloko Part 01
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 155
________________ (१२) न प्रणिधानाधाशयसंविद्व्यतिरेकतोऽनुबन्धि तत् । भिन्नग्रंथेनिर्मलबोधवत: स्यादियं च परा ।। અર્થ: પણ ઉત્પન્ન થયેલી એ શુદ્ધિ અને પુષ્ટિ પ્રણિધાન, પ્રવૃત્તિ, વિધ્વજય, સિદ્ધિ, વિનિયોગ એ પાંચ આશયોના સંવેદન વિના વૃદ્ધિ પામતી નથી. આ પાંચથી જ ઉત્પન્ન થયેલ શુદ્ધિ-પુષ્ટિ કુદકે ને ભુસકે વધવા માંડે છે. આ પ્રણિધાનાદિ પાંચ આશયોનું ઊંચા પ્રકારનું સંવેદન તો ગ્રન્થિભેદ કરી ચૂકેલા, નિર્મળ બોધવાળા સમ્યગ્દષ્ટિને જ હોય છે. (મિથ્યાત્વીને એ સંવેદન મંદકક્ષાનું હોય છે.) (૧૩) પ્રથાનં તત્સમયે સ્થિતિમત્ તક પાનુ વૈવ निरवद्यवस्तुविषयं परार्थनिष्पत्तिसारं च ।। અર્થ: પહેલો આશય પ્રણિધાન છે. એમાં ચાર વસ્તુ સમાયેલી છે. (૧) દા.ત. ૫૦મી ઓળી શરૂ કરી તો ૫૦ દિવસ સુધી મનમાં ચંચળતા ન આવે. એ ઓળી કરવાની દઢતા રહે. “કોઈપણ ભોગે ઓળી કરવી છે.” એવો સંકલ્પ નબળો ન પડે. (ર) જેઓ ઓળી કરવાને બદલે નવકારશી કરે છે એવા સાધુઓ પ્રત્યે દ્વેષભાવ ન કરે પણ કરૂણા કરે. (૩) ઓળી ગુરુની રજા વિના કરવી, આધાકર્મી વાપરીને કરવી, ચાર કલાક ઉંઘવું વગેરે સાવદ્ય વસ્તુવાળી ઓળી ન કરે. પણ ગુર્વાજ્ઞા હોવી, નિર્દોષ વાપરવું વગેરે નિરવદ્ય વસ્તુવાળી ઓળી કરે. (૪) પરોપકાર-કરણવાળી ઓળી કરે. સારી મળેલી વસ્તુ બીજા તપસ્વીઓને વપરાવવી, એકલા ખાઈ ન જવી, આંબિલ હોવા છતાં વિગઈ ખાનારાઓની પણ ભક્તિ કરવી. (१४) तत्रैव तु प्रवृत्तिः शुभसारोपायसङ्गताऽत्यन्तम् । ___अधिकृतयत्नातिशयादौत्सुक्यविवर्जिता चैव ।। અર્થ એ ૫૦મી ઓળીમાં જ પ્રવૃત્તિ કરવી એ પ્રવૃત્તિ નામનો બીજો આશય છે. એમાં ત્રણ વસ્તુ સમાયેલી છે. (૧) શુભ, સારભૂત ઉપાયવાળી પ્રવૃત્તિ હોય. આધાકર્મી ગરમાગરમ રસોઈ એ ઓળી ૧૪૬ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧

Loading...

Page Navigation
1 ... 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194