Book Title: Jain Shastrona Chuntela Shloko Part 01
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 153
________________ શાસનહીલના થાય.) (૨) સારા આત્માઓની નિંદા કરે. આ બે દોષવાળાના સંયમાદિ અનુષ્ઠાનો અશુદ્ધ જાણવા. ક (४) बाह्यचरणप्रधाना कर्तव्या देशनेह बालस्य । स्वयमपि च तदाचारस्तदग्रतो नियमतः सेव्यः ।। અર્થ : ગુરુઓએ બાળજીવો આગળ લોચ, વિહારાદિ બાહ્ય ચારિત્રની જ મુખ્યતયા દેશના આપવી જોઈએ. એટલું જ નહિ પણ જે આચારનું નિરૂપણ કરે એ આચાર તે ગુરુએ પણ તેઓની આગળ અવશ્ય આદરવો જોઈએ. (૧) ૩ષ્ટ સાથુમિનિરાં માતર રૂવ માતિર પ્રવચનસ્ય | नियमेन न मोक्तव्याः परमं कल्याणमिच्छद्भिः ।। અર્થઃ ઓ સાધુઓ ! તમે પરમ કલ્યાણભૂત એવા મોક્ષને ઈચ્છો છો ને? તો ખ્યાલ રાખજો કે ક્યારેય પણ અષ્ટ પ્રવચનમાતાઓનો ત્યાગ ન કરતા. કોઈપણ ભોગે એ માતાઓનું પાલન કરજો. બાળક જેમ માતાને ન છોડે એમ તમે ય અષ્ટપ્રવચનમાતાને પકડી રાખજો. (६) एतत्सचिवस्य सदा साधोर्नियमान्न भवभयं भवति । भवति च हितमत्यंतं फलदं विधिनाऽऽगमग्रहम् ।। અર્થ : સદાય માટે અષ્ટ પ્રવચનમાતાનું પાલન કરનારા સાધુને સંસારનો ભય ન જ હોય. એ સાધુને તો અત્યંત હિતકારી, ફલદાયી એવું વિધિપૂર્વક આગમગ્રહણ પ્રાપ્ત થાય છે. गुरुपारतन्त्र्यमेव च तद्बहुमानात्सदाशयानुगतम् । परमगुरुप्राप्तेरिह बीजं तस्माच्च मोक्ष इति ।। અર્થ : “આ ગુરુ મારા સંસારનાશનું કારણ છે' એવા પ્રકારના સુંદર આશય-પૂર્વકનું, ગુરુ પ્રત્યેના બહુમાનભાવ સહિતનું જે ગુરુપારતન્ય છે એ પરમગુરુ-તીર્થંકરની પ્રાપ્તિનું બીજ છે. અને એ તીર્થકરની પ્રાપ્તિ દ્વારા મોક્ષ મળે છે. (૭). LT VT ૧૪૪ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧

Loading...

Page Navigation
1 ... 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194