________________
કરવા માટેનો સારભૂત ઉપાય ખરો, પણ શુભ ઉપાય ન કહેવાય.
જ્યારે એકલા ઓદન, એક્લા મમરા, એક્લા પૌઆ જ વાપરવા એ શુભ ઉપાય ખરો, પણ સારભૂત ઉપાય નથી. ૫૦ દિવસ આવી રીતે આંબિલ થઈ જ ન શકે. પણ નિર્દોષ કે ગુર્વાજ્ઞા પ્રમાણે અલ્પદોષવાળા રોટલી, દાળ વગેરે શુભ અને સારભૂત ઉપાય ગણાય. એ ઉપાયોવાળી પ્રવૃત્તિ ૫૦મી ઓળીમાં કરે. (૨) ખૂબ ઉલ્લાસ-આદરપૂર્વક ઓળી કરે. ખેંચી ખેંચીને ન કરે. (૩) “ક્યારે આ ૫૦મી ઓળી પૂરી થાય એવી ઉત્સુક્તા ન હોય, તેમ “આ ઓળીનું ફળ તો કંઈ દેખાતું જ નથી. ફળ ક્યારે મળશે.” એવી
ઉત્સુકતા પણ ન હોય. (१५) विघ्नजयस्त्रिविधः खलु विज्ञेयो हीनमध्यमोत्कृष्टः ।
मार्ग इह कण्टकज्वरमोहजयसमः प्रवृत्तिफलः ।। અર્થ : ત્રીજો વિધ્વજય નામનો આશય છે. (૧) રસ્તામાં મુસાફરને કાંટો
વાગે એ કંટકવિM ગતિને ધીમી કરી નાંખે છે, એમ અહીં ઠંડીગરમી, સ્વજનોની મનાઈ, પારણું કરાવવાની જીદ વગેરે કંટકવિપ્ન છે. ભયંકર ગરમીમાં આંબિલ અઘરા પડવાથી ૫૦મી ઓળી અધવચ્ચે જ મૂકી દે. (૨) રસ્તામાં મુસાફરને તાવ આવે તો એ જ્વરવિપ્ન વધારે ખરાબ છે. એમ અહીં પણ માથું દુઃખવું, તાવ આવવો, કબજીયાત થવી વગેરે રોગો એ જ્વરવિપ્ન જેવા છે, જે આ ૫૦મી ઓળીને અટકાવે છે. (૩) રસ્તામાં મુસાફર રસ્તો જ ભૂલી જાય એ સૌથી ખરાબ દિલ્મોહ વિપ્ન છે. એમ અહીં “આંબિલ કરતા વિગઈ વાપરી સ્વાધ્યાયાદિ કરવા સારા. શાસ્ત્રમાં ય મનગમતી વસ્તુ વાપરી ધર્મ કરવાની વાત કરી છે. આંબિલમાં મન પ્રસન્ન નથી રહેતું.' વગેરે વિચારો એ દિલ્મોહ છે. આ ત્રણેય
પ્રકારના વિદ્ગો ઉપર વિજય મેળવે તો એ ત્રીજો આશય ગણાય. (१६) सिद्धिस्तत्तद्धर्मस्थानावाप्तिरिह तात्त्विकी ज्ञेया ।
अधिके विनयादियुता हीने च दयादिगुणसारा ।। અર્થ : ૫૦મી ઓળી નિર્વિને પૂરી થવી એ સિદ્ધિ છે. શરૂ કરેલા તે તે
કોઈપણ ધર્મસ્થાનની પ્રાપ્તિ એ સિદ્ધિ ગણાય. પણ સાચી સિદ્ધિ તો જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (ષોડશક)
૧૪૭