________________
અર્થ: ઓ સાધુનું અપમાન, અવગણના કરનારાઓ! તમે તો નખ વડે
પર્વતને ખણવાની પ્રવૃત્તિ કરો છો. દાંતો વડે લોખંડ ખાઓ છો. પગ વડે અગ્નિને હણો છો. (અર્થાત્ આ બધું કરનારાઓ પોતાનું જ અહિત કરે છે એમ સાધુઓનું અપમાન, નિંદા કરનારાઓ પોતાનું
અહિત કરે છે.) (५७) इमं च मे अत्थि इमं च नत्थि, इमं च मे किच्चमिमं अकिच्चं ।
तं एवमेव लालप्पमाणं हरा हरंतित्ति कहं पमाओ ? ।। અર્થ : “આ મારું છે, આ મારું નથી. મારે આટલું કામ કરવાનું બાકી છે.
મારે આ બધા કાર્યો કરવાના નથી.” આ પ્રમાણે બકવાસ કરતા જીવને દિવસ અને રાત, આ ભવમાંથી ઉપાડી બીજા ભવમાં લઈ
જાય છે. તો પછી શી રીતે પ્રમાદ કરાય? (५८) जस्सत्थि मच्चुणा सक्खं, जस्स वत्थि पलायणं ।
जो जाणे न मरिस्सामि, सो हु कंखे सुएसिआ ।। અર્થ : જે જીવ મૃત્યુની સાથે મૈત્રી ધરાવતો હોય, મોત આવે ત્યારે જે જીવ
એનાથી છટકીને ભાગી જવા સમર્થ હોય, જે જીવ એમ નક્કી જાણતો હોય કે, “હું મરવાનો નથી.” એ ભલે શાંતિથી ઉંધે. બાકી,
બીજાને તો શાંતિથી ઉંઘવું કોઈપણ હિસાબે પરવડે એમ નથી. (५९) णो सक्किअमिच्छई न पूअं नो वि अ वंदणगं कओ पसंसं ।
से संजए सुव्वए तवस्सी सहिए आयगवेसए स भिक्खू ।। અર્થ : જે સાધુ કોઈની પાસેથી પોતાનો સત્કાર ન ઈચ્છે, પોતાની પૂજા ન
ઈચ્છે, “બધા મને વંદન કરે એવી પણ ઈચ્છા ન કરે, “લોકો મારી પ્રશંસા કરે એવી અભિલાષા ન કરે તે સંયમી, સુંદર વ્રતપાલક, તપસ્વી, રત્નત્રયીધારક, આત્માની જ ગવેષણા કરનારો આત્મા
સાચો ભિક્ષુ છે. (६०) गिहिणो जे पव्वइएण दिट्ठा अपव्वइएण व संथुआ हविज्जा ।
तेसिं इहलोइअफलट्ठा जो संथवं न करेइ स भिक्खू ।। અર્થ : દીક્ષા પહેલાના પરિચિત થયેલા અથવા દીક્ષા પછી પરિચિત થયેલા
૧૧૨
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧