________________
(१३४) कुसीललिगं इह धारइत्ता, इसिज्झयं जीविय व्हइत्ता ।
असंजए संजयलप्पमाणे, विणिधायमागच्छइ से चिरंपि ।। અર્થ: આ બિચારા શ્રમણો ! આખી જિંદગી શિથિલાચારથી ભરેલા
સાધુવેષને પકડી રાખે છે. અને વળી તેઓ જાણે છે કે “આના દ્વારા જ આપણો જીવનનિર્વાહ થશે.” એટલે પોતાની આજીવિકા ચલાવવા એ સાધુના ચિહ્ન સમાન રજોહરણની ઉપબૃહણા પણ ખૂબ કરે છે. આ સાધુવેષ ખૂબ મહાન છે. એમ બોલે છે અને પોતાની જાત અસંયમી હોવા છતાં હું સંયમી છું, સાધુ છું એ રીતે પોતાની જાતને ઓળખાવે છે. આનું પરિણામ ? નારકાદિ દુર્ગતિઓમાં ચિરકાળ માટે તેઓ
વિનિઘાત=વિનાશ-દુ:ખોને પામનારા બને છે. (१३५) विसं तु पीयं जह कालकूडं, हणाइ सत्थं जह कुग्गहीयं ।
एसेव धम्मे विसओववन्नो, हणाइ वेयाल इवाविवन्नो ।। અર્થ : કાલકૂટ ઝેર પીનારો જીવતો શી રીતે બચે ? એ ઝેર એને મારી જ
નાંખે. શસ્ત્ર પકડતા ન આવડતું હોવાથી ગમે તે રીતે પકડેલું શસ્ત્ર, શત્રુને મારવાને બદલે શસ્ત્ર પકડનારના જ મોતનું કારણ બને. એમ આ સર્વવિરતિ ધર્મ આમ તો અષ્ટકર્મનો ક્ષય કરનાર છે. પણ પાંચ ઈન્દ્રિયોના વિષયસુખોના ભોગવટા સાથેનો આ જ વિરતિધર્મ જીવને ખતમ કરી નાંખે છે, દુર્ગતિમાં મોકલી આપે છે. શસ્ત્ર કે મંત્રાદિથી વશ ન થયેલ વેતાળ-ભૂત સાધકને જ મારી નાંખે એમાં શી
નવાઈ ? (१३६) उद्देसिअं कीअगडं निआगं, न मुंबई किंचि अणेसणिज्जं ।
अग्गी विवा सब्वभक्खी भवित्ता, इओ चुओ गच्छइ कटु पावं ।। અર્થ : અરેરે ! જે સાધુઓ પોતાના જ ઉદ્દેશથી બનાવેલી ગોચરી વાપરે છે.
પોતાના માટે શ્રાવકોએ ખરીદેલી વસ્તુઓ સ્વીકારે છે. રોજ એક જ સ્થાનેથી ગોચરી વહોરે છે. ૪ર દોષોમાંથી કોઈપણ દોષથી દુષ્ટ બનેલી કોઈપણ વસ્તુ છોડતા નથી. બધું જ લે છે. આ બધા તો
૧૩૦
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧