________________
અર્થ: જે આત્માઓ આ સ્ત્રીના સંગને ઓળંગી ચૂક્યા છે, એ સ્ત્રીરૂપી
નદીને પાર કરી ચૂક્યા છે તેઓ માટે બાકી બધું જ સાવ સરળ છે. મહાસાગરને તરી ગયા બાદ ગંગા સમાન નદી એ સાગરના તરવૈયા
માટે શી વિસાતમાં? (१७०) कामाणुगिद्धिप्पभवं खु दुक्खं, सव्वस्स लोगस्स सदेवगस्स ।
जं काइअं माणसिअं च किंचि तस्संतगं गच्छइ वीअरागो ।। અર્થ: દેવલોકના દેવોથી માંડી આ આખુંય વિશ્વ કામવાસનાઓથી ઉત્પન્ન
થયેલા જે કોઈ શારીરિક કે માનસિક દુઃખો વેઠે છે, વીતરાગી આત્મા
એ તમામ દુઃખોનો વિનાશ કરે છે. (१७१) न कामभोगा समयं उविंति, न यावि भोगा विगई उविंति ।
जे तप्पओसी अ परिग्गही अ, सो तेसु मोहा विगई उवेइ ।। અર્થ: આ કામભોગો કંઈ સમતાને ન લાવી આપે. (એમ હોત તો
કામભોગવાળા બધા જ સમતાવાળા હોત.) એમ કામભોગો વિકારોને પણ ઉત્પન્ન કરનાર નથી. (જો એમ હોત તો કામભોગશબ્દાદિ વિષયો તીર્થંકરાદિને પણ વિકારો ઉત્પન્ન કરત.) તો પછી આ સમતા કે વિષમતા કોને આભારી ? જે જીવો અનિષ્ટ કામભોગોમાં ‘ષ કરે છે અને ઈષ્ટ કામભોગોનો પરિગ્રહ કરે છે તેઓ જ બિચારા અજ્ઞાનથી વિકૃતિને પામે છે. (આવું ન કરનારાઓ
સમતાને પામે છે.) (9૭૨) મનોદશં ચિત્તથ, મધૂળ વાસિષ |
सकवाडं पंडरुल्लोअं, मणसावि न पत्थए ।। (१७३) इंदियाणि उ भिक्खुस्स, तारिसम्मि उवस्सए ।
दुक्काराई निवारेउं, कामराग विवडणे ।। અર્થ : જે સ્થાન ખૂબ આકર્ષક હોય, જે સ્થાનમાં જાતજાતના ચિત્રો હોય, જે
સ્થાન સુગંધી વસ્તુથી સુવાસિત હોય, જે સ્થાનમાં બારણાઓ હોય, જે સ્થાનમાં સફેદ ચંદરવા લટકતા હોય. આવા પ્રકારના સ્થાનોને સાધુ મનથી પણ ન ઈચ્છે.
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧
૧૪૦