________________
વિગઈઓ=મિષ્ટાન્નો વધારે પડતા, વારંવાર ન વાપરશો, કેમકે આ વિગઈઓ પ્રાયઃ મનુષ્યોને કામવિકારી બનાવે છે. અને અંદર વાસના=વિકારથી ભરેલાને એ બાહ્ય નિમિત્તો પરેશાન કર્યા વિના રહેતા નથી. સ્વાદિષ્ટ ફળવાળા વૃક્ષ ઉપર પક્ષીઓ તૂટી પડે એમ વિગઈઓ ખાવાથી અંદર કામવિકારોના દારૂગોળાવાળા જીવોને સ્ત્રી વગેરે નિમિત્તો ક્ષણવારમાં પછાડી દેનારા બને છે. (૧૬૨) નન્હા વવની પરિધને વળે, સમાગો નોવસમ વે ।
एविंदिअग्गी वि पगामभोइणो, न बंभयारिस्स हिआय कस्सइ ।। અર્થ : મોટા ભયંકર જંગલમાં આગ લાગી. એને પુષ્કળ લાકડાઓ, વૃક્ષો, ઘાસ રૂપી ઈંધણ પણ મળી ગયું. અને વળી પવન ફુંફાડા મારતો વાય છે. શી રીતે એ અગ્નિ શાંત થાય ? ન જ થાય. એમ જેઓ ખૂબ ખાનારા છે તે બિચારાઓની ઈન્દ્રિયોરૂપી અગ્નિ એમના કોઈના પણ હિતને માટે થતી નથી. એમના બ્રહ્મચર્યની શુદ્ધિ ટકી શકતી નથી. (૧૬૪) નન્હા વિરાભાવસહસ્ય મૂત્તે, ન મૂસાનું વસહી પસત્યા ।
मेव इत्थीनिलयस्स मज्झे, न बंभयारिस्स खमो निवासो ।। અર્થ : અરે ભાઈ ! બિલાડાના ઘરની બાજુમાં જ ઉંદરડાઓ પોતાનું ઘર બાંધે એ શું પ્રશંસનીય છે ? એ ઉંદરો જીવતા બચે ખરા ? એમ સ્ત્રીઓના ઘરની વચ્ચે બ્રહ્મચારી સાધુનો નિવાસ બિલકુલ યોગ્ય નથી. (જ્યાં સ્ત્રીઓ હોય, સ્ત્રીઓની અવરજવર હોય, સ્ત્રીઓના શબ્દ સંભળાતા હોય, આજુબાજુના ફ્લેટોમાં રહેલી સ્ત્રીઓ દેખાતી હોય તેવા તમામ સ્થાનો માટે આ લાલબત્તી છે.)
(१६५) न रूवलावण्णविलासहासं न जंपिअं इंगिअ पेहिअं वा । इत्थिण चित्तंसि निवेसइत्ता, दठ्ठे ववस्से समणे तवस्सी ||
અર્થ : : આ સ્ત્રીનું રૂપ સુંદર છે, આ સ્ત્રીનું લાવણ્ય મનોહર છે, આ સ્ત્રીના વિલાસ, હાસ્ય, વચનો, ચેષ્ટાઓ, કટાક્ષો અદ્ભુત છે. આવા પ્રકારના વિચારો કરીને એ બધું જોવા માટેનો પ્રયત્ન સાધુએ કદાપિ કરવો ન જોઈએ. (સ્ત્રીઓના રૂપાદિનું સ્મરણ પણ ન કરવું અને એ
નનનનનનનન+
↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓†††††††††††††††††↓↓↓↓↓↓↓↓
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧
+++ ૧૩૮
.