________________
જોવાનો પ્રયત્ન પણ ન કરવો.) (१६६) अदंसणं चेव अपत्थणं च, अचिंत्तणं चेव अकित्तणं च ।
___ इत्थीजणस्सारियझाणजुग्गं, हि सया बंभचेरे रयाणं ।। અર્થ : જે સાધુઓ બ્રહ્મચર્યના કટ્ટર પક્ષપાતી છે તેઓ માટે તો સ્ત્રીનું મુખ
જ ન જોવું, સ્ત્રીની પ્રાર્થના=ઈચ્છા ય ન કરવી, સ્ત્રીનો મનમાં વિચાર પણ ન કરવો, સ્ત્રી સંબંધી કોઈપણ વાત પણ ન કરવી એ
જ હિતકારી છે, એ જ એ સાધુને ધર્મધ્યાન લાવી આપનાર છે. (१६७) कामं तु देवीहिं विभूसिआहिं, न चाइआ खोभइउं तिगुत्ता ।
तहावि एगंतहिअंति नच्चा, विवित्तभावो मुणिणं पसत्थो ।। અર્થ : અલબત્ત, એ વાત અમને કબૂલ છે કે મન-વચન-કાયાની ગુપ્તિવાળા
સાધુઓને તો સોળ શણગાર સજીને આવેલી દેવાંગનાઓ પણ ચલિત કરવા, પતિત કરવા સમર્થ નથી. પણ એથી કંઈ એ સાધુઓને સ્ત્રીદર્શનાદિ કરવાની છૂટ નથી મળતી, કેમકે સ્ત્રીથી તદ્દન અળગા રહેવું એ તો એકાંતે હિતકારી છે. અને એ જાણીને સાધુઓ
માટે આ સ્ત્રીથી તદ્દન અળગા રહેવું એ જ પ્રશંસનીય છે. (१६८) मोक्खाभिकंखिस्सऽवि माणवस्स, संसारभीरुस्स ठियस्स धम्मे ।
नेयारिसं दुत्तरमत्थि लोए, जहित्थिओ बालमणोहराओ ।। અર્થ : અરે ! અમે શું કહીએ ? આ સંસારથી ભય પામેલા, મોક્ષની
અભિલાષાવાળા, ધર્મમાં દઢ બનેલા એવા મનુષ્ય માટે પણ આ મૂર્ણોને મનોહર લાગતી સ્ત્રીઓ રૂપી નદીઓ જેટલી દુસ્તર છે એટલું બીજું કંઈ જ દુસ્તર નથી. (ધસમસતા ગંગાના પ્રવાહમાં ડુબકી મારી બે બાહુના બળથી એ નદી હજી તરી શકાય. પણ આ સ્ત્રીઓના પરિચયાદિ બાદ પણ કામવિકારાદિ ન જાગવા એ
અશક્ય પ્રાયઃ છે.) (१६९) एए अ संगे समइक्कमिता सुहत्तरा चेव हवंति सेसा ।
जहा महासागरमुत्तरित्ता, नई भवे अवि गङ्गा समाणा ।।
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (ઉત્તરાધ્યયન સૂત્રમ્)
૧૩૯