________________
અર્થ : હે ભંતે ! ગુરુ અને ગુરુભાઈઓ વગેરેની શુશ્રુષા-સેવા કરવા દ્વારા
જીવ શું પ્રાપ્ત કરે ? હે શિષ્ય ! આ શુશ્રુષાથી જીવ વિનયનું આચરણ કરે છે. અને વિનયવાનું એ જીવ અતિ-આશાતનાનો ત્યાગ કરનાર બને છે. એના દ્વારા નારક અને તિર્યંચની દુર્ગતિઓને અટકાવે છે. મનુષ્ય અને દેવગતિમાં પણ હલકા ભવોને અટકાવે છે. ગુરુ વગેરેની પ્રશંસા, ગુરુ આવે ત્યારે ઊભા થવું, ગુરુભક્તિ અને ગુરુબહુમાન દ્વારા એ સુંદર મનુષ્યગતિ કે સુંદર દેવગતિને જ પામે છે. મોક્ષમાર્ગરૂપ સમ્યગ્દર્શનાદિને વિશુદ્ધ કરે છે. વિનયમૂલક તમામ કાર્યો સાથે છે. અને બીજા પણ ઘણા જીવો આ સાધુને વિનય કરતો
જોઈને વિનયી બને છે. (१५३) आलोयणयाए णं भंते ! जीवे किं जणयइ ? आलोयणयाएणं
मायानियाणमिच्छादसणसल्लाणं मोक्सामग्गविग्घाणं अणंतसंसारवद्धणाणं उद्धरणं करेइ उज्जुभावं च णं जणयइ. उज्जुभावपडिवन्ने अ णं जीवे अमाई इथिवेयं नपुंसगवेयं च न बंधइ, पुवबद्धं च
નિમ્બરડું | હે ભગવંત ! ગુરુ પાસે પોતાના પાપો પ્રગટ કરવા રૂપ આલોચના દ્વારા જીવને શું લાભ થાય? હે શિષ્ય ! આ આલોચનાથી ઘણા લાભ થાય : (૧) અનંતસંસાર વધારનારા, મોક્ષમાર્ગમાં વિદ્ધભૂત એવા માયાશલ્ય, નિદાનશલ્ય અને મિથ્યાત્વશલ્યનો ઉદ્ધાર થાય છે. અર્થાત્ જીવ આ ત્રણ કાંટાઓ વિનાનો બને છે. (૨) સરળતા ગુણને પામે છે. (૩) સરળતાને પામેલો જીવ અમાયાવી હોવાથી સ્ત્રીવેદને કે નપુંસકવેદને ન બાંધે.
અને પૂર્વે બાંધેલા એ બે ય વેદોનો ક્ષય કરે છે. (१५४) निंदणयाए णं भंते ! जीवे किं जणयइ ? निंदणयाए णं पच्छाणुतावं
जणयइ, पच्छाणुतावेणं विरज्जमाणे करणगुणसेटिं पडिवज्जइ, करणगुणसेढिं पडिवन्ने अ अणगारे मोहणिज्ज कम्मं उग्घाएइ ।।
અર્થ : હે ભગવંત
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (ઉત્તરાધ્યયન સૂત્રમ)
૧૩૫