________________
અગ્નિની જેમ સર્વભક્ષી છે. (અગ્નિમાં નાંખેલી બધી વસ્તુ અગ્નિ સ્વીકારી જ લે છે, ખાઈ જાય છે.) આ સાધુઓ અહીં પાપ કરી પછી
દુર્ગતિઓમાં જાય છે. (१३७) न तं अरी कंठछित्ता करेइ, जं से करे अप्पणिआ दुरप्पा ।
से नाहिई मच्चुमुहं तु पत्ते, पच्छाणुतावेण दयाविहूणो ।। અર્થ : તલવારના એક ઝાટકે ગળું કાપી નાંખનારો શત્રુ તો શું અહિત કરે?
એના કરતા પોતાનો દુષ્ટ આત્મા જ, શિથિલાચારી આત્મા જ વધુ અહિત કરનારો બને છે. પણ આ નિર્દય સાધુઓને આ વાતનું શી રીતે ભાન થાય? એ તો જ્યારે તેઓ મોતના મુખમાં પ્રવેશ કરશે ત્યારે જ એમને આ બધી વાત સમજાશે. પછી પશ્ચાત્તાપ કરશે કે, “મેં
સુંદર સંયમ ન પાળ્યું.” પણ રાંડ્યા પછીનું ડહાપણ શું કામ આવે? (१३८) परीसहा दुव्विसहा अणेगे, सीयंति जत्थ बहुकायरा नरा ।
से तत्थ पत्ते न वहिज्ज भिक्खू, संगामसीसे इव नागराया ।। અર્થ: આ ઠંડી-ગરમી-ભૂખ-તરસ વગેરે ૨૨ પરીષહો સહન કરવા ખૂબ
અઘરા છે. માટે જ કાયર માણસો તો એ પરીષદોમાં સીદાય છે, ગભરાય છે, પાછા પડે છે. પણ સાચો ભિક્ષુ તો એ ૨૨ પરીષદોમાં બિલકુલ મુંઝાતો નથી, ગભરાતો નથી. યુદ્ધના મોખરે રહેલો
ગજરાજ શત્રુઓથી ગભરાય ખરો? (१३९) सीओसिणा दंसमसगा य फासा, आयंका विविहा फुसन्ति देहं ।
अकुक्कुओ तत्थऽहियासइज्जा, रयाई खेविज्ज पुराकडाई ।। અર્થ : શિયાળામાં ભયંકર ઠંડી પડે, ઉનાળામાં પુષ્કળ તાપ પડે, ડાંસ અને
મચ્છરો શરીરનું લોહી પી જાય, શરીરમાં જાતજાતના રોગો-આતંકો ય ઉત્પન્ન થાય પણ શ્રમણ કોનું નામ ? એ તો કોઈપણ જાતનું આર્તધ્યાન કર્યા વિના બધું જ સહન કરે. અને એ દ્વારા પોતે પૂર્વે
બાંધેલા કર્મોને ખપાવી દે. (૧૪૦) અને સરસા, મને વિકૃતિ જણના !
ते अ ते अभिगच्छंति, कहं ते णिज्जिआ तुमे ? ।।
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (ઉત્તરાધ્યયન સૂત્રમ)
૧૩૧