________________
અર્થ : એ નરકની દુનિયામાં વૈક્રિય પુદ્ગલોના શાલ્મલી વૃક્ષો છે એકલા કાંટાઓથી ભરેલા ! એ પરમધામીઓ મને દોરડા વગેરે દ્વારા બરાબર બાંધી અને એ કાંટાઓના ઝુંડમાં મને ફેંકતા. ત્યાંથી મને ખેંચતા. એ વખતે આખા શરીરમાં ઘૂસેલા કાંટાઓની અતિ-અતિ ભયંકર વેદનાઓ મેં સહન કરી.
(૧૧૨) મહાનંનુત્તુ છૂવા, બારતનો સુમેરવું |
पीलिओमि सकम्मेहिं, पावकम्मो अणंतसो ।।
અર્થ : : આ વિશ્વમાં જેમ મોટા યંત્રોમાં શેરડીઓ પીલાય એમ એ પરમાધામીઓ મને મોટા યંત્રોમાં આખો ને આખો પીલી નાંખતા. હું અતિભયંકર ચીસો પાડતો. પણ મારો આત્મા પુષ્કળ પાપકર્મો બાંધીને જ તો નરકમાં આવેલો હતો. એ મારા પોતાના કર્મોનો જ આ વિપાક હતો. કોણ મને બચાવે ? આવી વેદના ય એક વાર નહિ, અનંતીવાર મેં સહન કરી.
(૧૧૩) વંતો જોવમુળäિ, સામેäિ સવìહિં ચ ।
पाडिओ फालिओ छिन्नो, विप्फुरन्तो अणेगसो ||
અર્થ : શ્યામ અને શંબલ નામના પરમાધામીઓ ભૂંડ અને કુતરાનું રૂપ ધારણ કરતા અને નરકના દુઃખોથી ત્રાસીને રડી રહેલા મારા ઉપર તૂટી પડતા. મને ધરતી ઉપર પછાડી દેતા. અને પછી પોતાના તીક્ષ્ણ દાંતો, નખો વડે મારું આખું શરીર ફાડી નાંખતા. એના અંગેઅંગ છેદી નાંખતા. તે વખતે અસહ્ય વેદનાથી હું તરફડતો. મારું શરીર પણ ધ્રૂજતું પણ એ પરમાધામીઓને તો દયા આવે જ ક્યાંથી ? અનંતીવાર આ ય વેદનાઓ મેં સહન કરી.
(૧૧૪) વસો ોહરદે ખુત્તો, ખત્તે સમિાનુ! |
चोइओ तुत्तजुत्तेहिं, रुज्झो वा जह पाडिओ ||
અર્થ : અહીંના ભવોમાં સ્વચ્છંદી બનીને એવા તો પાપો કર્યા કે જેનાથી હું નરકોમાં ગયો. અને ત્યાં મારી સ્વચ્છંદતા છિનવાઈ ગઈ. પરમાધામીઓ સામે મારું શું ચાલે ? તેઓ મને લોખંડના અતિભારે
૧૨૪
***********
*****************
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧