________________
(૦૨૨) સવ્વમવેસુ સસ્સાયા, વેળા વેફયા મા !
निमिसन्तरमित्तंपि, जं साया नत्थि वेयणा ।। અર્થઃ માત્ર નારકભવની જ ક્યાં વાત કરો છો ? તિર્યંચ, મનુષ્ય અને
દેવના ભવોમાં પણ મેં સતત દુઃખવેદના જ અનુભવી છે. આંખના પલકારા જેટલો વખત પણ મેં શાતા અનુભવી નથી. દેવલોકના સુખો પણ ઈર્ષ્યા, અતૃપ્તિ વગેરેથી મિશ્ર હોવાથી એ દષ્ટિએ
અશાતાવાળા જ ગણ્યા છે.) (१२३) जहा मिगस्स आयंको, महारण्णम्मि जायई ।।
अच्छंतं रुक्खमूलंमि को णं ताहे तिगिच्छई ।। અર્થ: (માતા-પિતાએ કહ્યું કે દીક્ષા બાદ રોગ વગેરે થાય તો હું શું કરીશ?
એના પ્રશ્નનો ઉત્તર આપે છે કે, એક મોટા જંગલમાં કોઈક હરણિયાને શરીરમાં રોગ થાય, ભયંકર જ્વર થાય અને એટલે એ બિચારું હરણ કોઈક વૃક્ષ નીચે થરથર ધ્રૂજતું બેસી જાય તો ત્યારે કોણ
એની સારવાર કરે ? (१२४) को वा से ओसहं देइ ? को वा से पुच्छई सुहं ?
को से भत्तं व पाणं वा ? आहरित्तु पणामई ।। અર્થ : ત્યાં ક્યો વૈદ્ય એ હરણને ઔષધ આપે છે? ક્યો સ્વજન એની પાસે
જઈ નેહાળ હાથ ફેરવી પૂછે છે કે, “હરણ ! તું સુખી છે ને ? કંઈ તકલીફ નથી ને ?” ભૂખ્યા અને તરસ્યા થયેલા, જાતે ભોજન લાવવા અસમર્થ એ હરણને કોણ ભોજન લાવી આપે છે ? કોણ
પાણી લાવી પીવડાવે છે ?” (१२५) जया य से सुही होइ, तया गच्छइ गोयरं ।
भत्तपाणस्स अठाए, वल्लराणि सराणि य ।। અર્થ : બિચારું એ જંગલનું પ્રાણી ! દિવસો સુધી દુઃખ વેઠે જ છે ને? જે
દિવસે એની મેળે રોગ મટી જાય, શરીર સારું થઈ જાય ત્યારે એ હરણ ચાલતું ચાલતું ભોજન અને પાણી મેળવવા વનમાં અને સરોવરમાં ચાલી નીકળે છે.
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (ઉત્તરાધ્યયન સૂત્રમ)
૧૨૭